તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • ગોધરા બપોરે વરસાદી ઝાપટા : વાતાવરણમાં ઉકળાટ યથાવત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા બપોરે વરસાદી ઝાપટા : વાતાવરણમાં ઉકળાટ યથાવત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરાશહેરમાં દિવસ દરમિયાન વાતાવરણ અંશત: વાદળછાયું રહ્યુ હતું. સવારના અરસામાં વરસાદી ઝાપટુ પડ્યુ હતું. જેને કારણે દિવસ દરમિયાન વાદળછાયા વતાવરણની સાથે ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે.

ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લામાં વરસાદના વિરામ બાદ વાતાવરણમાં ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરીને ગોધરામાં ગુરૂવારે કેટલાંક સ્થળોએ ગાઢ વાદળો આવવા સાથે છાંટા પડ્યા હતા. દિવસ દરમિયાન વાતાવરણ અંશત: વાદળછાયું રહ્યું હતું. અંશત: વાદળછાયા વાતાવરણમાં હળવા વરસાદના ઝાપટાં પડવાની સંભાવના સેવાઇ રહી છે. ત્યારે ગોધરા શહરમાં કેટલાક સમયથી આકાશમાં વાદળોની અવરજવર રહેતાં વાતાવરણ અંશત: વાદળછાયું રહ્યા બાદ ગોધરામાં સવારે તથા બપોરના સમયે શહેરમાં કેટલાંક સ્થળોએ ગાઢ વાદળો આવતાં વરસાદી છાપટા પડ્યાં હતાં. જોકે આયોજકોએ અગમચેતીના ભાગરૂપે પ્લાસ્ટિક તથા પતરાના શેડ વાળ મંડપો બનાવ્યા હોવાની નુકશાન થયુ હતું. કાલોલ, વેજલપુર, શહેરા લુણાવાડા, હાલોલ, મલેકપુર જેવા વિસ્તારમાં એકાએક આકાશમાં કાળાડિબાંગ વાદળોની ફોજ ધસી આવી હતી. જોકે સવારથી આકાશ વાદળછાયુ હતુ સાથે સાથે શિતળ પવનો સુસવાટા ભેર વહેતા હતા. વરસાદના વિરામ બાદ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેતાં ઉકળાટ વધુ અનુભવાય છે. દિવસ દરમિયાન વાતાવરણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા હતા.

પ્લાસ્ટિક તથા પતરાના શેડ હોવાથી નુકશાન થયુ હતું

મોડી સાંજ મલેકપુરના બજારમાં પાણી ભરાયા

મલેકપુરમાંવરસાદની ધમાકેદાર એન્ટ્રી છેલ્લા કેટલાય દિવસની ખેડૂતો રાહ જોઇ રહ્યા હતા. ત્યારે કેટલાય દિવસની ઉકળાટ મારતો હતો. ત્યારે મલેકપુરમાં ગત બુધવારની સાંજે વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. ધમાકેદાર વરસાદ થવાથી મલેકપુરના બજારમાં રોડ ઉપર પાણીના ખાબોચિયા ભરાઇ ગયા હતા.

દિવસ દરમિયાન અંશત: વાદળછાયુ વાતાવરણ રહ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો