તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • ડિપ્લોમાં જગ્યા ખાલી રહેતા પંચ.ના વંચિત પ્રવેશવાંચ્છુકો આશાવાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિપ્લોમાં જગ્યા ખાલી રહેતા પંચ.ના વંચિત પ્રવેશવાંચ્છુકો આશાવાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરાવિવિધ ઇજનેરી કોલેજમા આશરે 12 જેટલા પંચમહાલના વંચિત પ્રવેશ વાંચ્છુકો આશાવાદ બન્યા છે. જોકે ગોધરા કેન્દ્રમાં માત્ર ત્રણ વિભાગમાં ગણતરીની ડઝન જગ્યા બાકી છે. ત્યારે ઉમેદવારો દ્રારા તેઓને પાટીદાર આંદોલન બાદ સફાળા જાગેલી રાજ્ય સરકારે આબરુ બચાવવા માટે ઓપન કક્ષા વર્ગને અનામતનો લાભ આપવા માટે જાહેરાત કરવામાં આવી છે.

દરમ્યાન વિરોધની લાગણી સાથે મામલો કોર્ટમાં પહોચ્યો હતો. ત્યાર બાદ અનામત પ્રથા રદ થતાં અને કેટેગરીમાં મેળવેલ પ્રવેશને નાબૂદ કરવા તાજેતરમાં હૂકમ આવ્યો છે. ત્યારે એક માસનો અભ્યાસક્રમ શરુ થયા બાદ ખાલી પડેલી જગ્યા ભરવા માટે જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવતા અગાઉ મેરીટથી બહાર નીકળેલા પંચમહાલના વંચિત વિધ્યાર્થીઓને મનપસંદ જગ્યા મળવાની આશા જાગી છે. ધો. 10 પછીના વ્યાવસાયિક ડિપ્લોમાં અભ્યાસક્રમમાં પ્રવેશની પ્રક્રિયા તા. 28 જૂલાઇના રોજ પૂર્ણ જાહેર કરાઇ છે. ત્યાર બાદ ખાલી રહેતી પ્રવેશ માટે પ્રવેશવાંચ્છુક ઉમેદવારોને તક આપવામા઼ આવી છે. જોકે અગાઉ નોંધણી કરાવાયેલ ઉમેદવારોને ફરીથી નોંધણી કરવાની રહેતી નથી. માટે સ્વનિર્ભર તથા સરકારી પોલીટેકનીક કોલેજ સંસ્થાઓ નજીકના 26 હેલ્પ સેન્ટર દેનાબેંક શરુ કરવામાં આવ્યુ છે.જેમાં ગોધરાની પટેલવાડાની શાખા જાહેર કરાઇ છે. સમગ્ર ગુજરાતમાં અંદાજીત 80 હજાર જેટલી જગ્યાઓ ખાલી પડી છે. તેમાંય ઘરઆંગણે આવેલી ગોધરા પોલીટેકનીક કોલેજમાં માત્ર 12 જગ્યા ખાલી છે. ત્યારે કોનુ નસીબ ફળશે તે બાબતે નજર મંડાયેલી છે.

તા. 15 મી સપ્ટેમ્બરથી 19 સુધી વિવિધ મેરીટ યાદી ધરાવતા ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવનાર છે. છેલ્લા કેટલાક સમય એટલે કે ગત ઓગસ્ટથી શૌક્ષણિક સત્ર શરુ થયુ છે. માત્ર એક માસ જેટલા સમયમાં કેટલાકે નકારી કા઼ઢતા તથા કોઇએ રસ નહિ દાખતા જગ્યા ખાલી રહ્યા બાદ સરકારી તથા સ્વનિર્ભર કોલેજમાં મનપસંદ અભ્યસક્રમ મળશે. તેવી આશા જાગી છે. તેમાંય પંચમહાલ જીલ્લાના અનેક ઉમેદવારો બાકાત રહ્યા બાદ પોતાનુ ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટેની તક સાંપડતા આંનંદ વ્યાપ્યો છે.

ક્યા કોષની કેટલી રાજ્યમાં બેઠકો ખાલી

ડીગ્રીએ.સરકારી 1183, ડીગ્રી એ.સ્વનિર્ભર 29921, ડિપ્લોમાં એ.સરકારી 2200, ડિપ્લોમાં એ.સ્વનિર્ભર 25800, ડિપ્લોમાં ટુ ડીગ્રી સ્વનિર્ભર 39100, ડિપ્લોમાં ટુ ડીગ્રી સરકારી 2000

તા. 15થી 19 સુધી મેરીટ યાદી ધરાવતાને પ્રવેશ અપાશે

ગોધરા કેન્દ્રમાં માત્ર 3 વિભાગમાં ડઝન જગ્યા બાકી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો