તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરામાં વિસર્જન યાત્રાનો રૂટ, ડ્રોન-CCTVથી સજ્જ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરાશહેરમાં તંત્ર દ્વારા વિસર્જન યાત્રા શાંતીપુર્ણ રીતે સંપન્ન થાય તે માટેની પોલીસ વિભાગ દ્વારા તૈ્યારી શરૂ કરી દીધી છે. કોઇ અનિચ્છનીય બનાવ બને તે માટે હાઇટેક ટેકનોલોજીનો ઉપયોગ કરી ડ્રોન કેમેરા સહિત 60થી વધુ સીસીટીવી કેમેરાની બાજ નજર રાખવામાં આવશે.

પ્રાપ્ત માિહતી અનુસાર, અન્ય ઉત્સવોની સરખામણીમાં અલગ રીતે ઉભરી આવતાં ગોધરાના ગણેશોત્સવના તહેવારને ઉજવવા શ્રદ્ધાળુ વર્ગ થનગનાટ અનુભવી રહ્યો છે. માત્ર ગોધરા શહેરની અંદર ગણેશજીની નાની મોટી 600 ઉપરાંત પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યુ છે. બીજી તરફ અતિવૈભવી ગણાતી ગણેશ વિસર્જન યાત્રામાં કોઇ અનિચ્છનીય બનાવ બનવા પામે તે માટે તંત્ર દ્વારા સુચારૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેના અનુસંધાનમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં શોભાયાત્રા સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ વડા આર.વી.અસારીના માર્ગદર્શન અને સુચનાને આધારે માઇક્રોપ્લાનીંગ કરવામાં આવ્યુ છે.

શોભાયાત્રાના રૂટ તથા શહેરના અન્ય સ્થળ ઉપર સીસીટીવી કેમેરાથી સજ્જ રાખવાનુ નક્કી કરવામાં આવ્યુ છે. યાત્રામાં કોઇપણ જાતના અનિચ્છનીય બનાવ બનવા પામે તે માટે સંવેદન અને અતિસંવેદન વિસ્તારોમાં તંત્ર દ્વારા તૈયારી આરંભી દેવામાં આવી છે.

શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી શોભાયાત્રાના રૂટ ઉપર 21 જેટલા કેમેરા લગાવેલા છે. જ્યારે યાત્રાના દિવસે 40 ઉપરાંત સીસીટીવી કેમેરા લગાડનાર છે. કોઇ અનિચ્છનીય બનાવ ને અંજામ આપે તે માટે ડ્રોન કેમેરા સહિત હાઇટેક ટેકનોલોજીનો ઉપયોગ કરનાર છે. અત્યંત ગુપનિય રીતે કેમેરા લગાવી સમગ્ર યાત્રા ઉપર બાજ નજર રાખી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવશે. ઉપરાંત વિડીયોગ્રાફર દ્વારા સમગ્ર યાત્રાનું રેકોર્ડીંગ કરવામાં આવશે.

પોલીસ તંત્ર દ્વારા એક્શન પ્લાન બનાવાયો છે

શોભાયાત્રાનારૂટ પર સ્લાઇડર બેરિકેટીંગ, ફ્લડ લાઇટ, ડીપ પોઇન્ટ, ધાબા પોઇન્ટ મૂકાનાર છે. તે વોકીટોકી, દુરબિન તથા રાયફલ સાથે સજ્જ રહેશે. આમ ગોધરા શહેરના ગણેશ વિસર્જન શોભાયાત્રા નિર્વિ‌ધ્ન સંપન્ન થાય તે માટે તંત્ર એક્શનમાં આવી ગયુ છે.

માઇક્રોપ્લાનીંગકરાયુ છે

^ગોધરાશહેરમાં આગામી રવિવારના રોજ ગણેશ વિસર્જન યાત્રાને અનુલક્ષીને તંત્ર દ્વારા માઇક્રોપ્લાનીંગથી આયોજન કરવમાં આવ્યુ છે. અગાઉથી 21 ની સાથે ચાલુ વર્ષે 40થી વધુ સીસીટીવી કેમેરા ગોઢવવામાં આવ્યા હતા. તેમજ એક ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવનાર છે. આમ 60થી સીસીટીવી કેમેરાના આધારે વિસર્જન યાત્રા ઉપર નજર રાખવામાં આવશે. >આર.વી.અસારી, ડીએસપી, પંચમહાલ

અનિચ્છનિય બનાવ ટાળવા પોલીસ તંત્રે કવાયત શરૂ કરી

સમગ્ર નગરના માર્ગો પર 60થી વધુ CCTV કેમેરા ગોઠવાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો