તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • ગોધરાના 4 વેપારીઓ પાસેથી ~7 લાખની ઠગાઈ કરીને બે ગઠીયા ફરાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરાના 4 વેપારીઓ પાસેથી ~7 લાખની ઠગાઈ કરીને બે ગઠીયા ફરાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પંચમહાલનાગોધરાના ત્રણ વેપારી સેકન્ડ ઈલેક્ટ્રીક મોટરો ખરીદવા દાહોદ આવ્યા હતા. દાહોદની નવજીવન મિલમાં 4 વેપારીને બનાવટી મેનેજરે બિલ્ટી લાવવાના બાહને સાત લાખ લઈને ફરાર થઈ ગયા હતા. વેપારીઓને છેતરપીંડી થયાની જાણ થતા દાહોદ પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી.

પંચમહાલ જીલ્લાના ગોધરા નગરમાં મહેદા પ્લોટ વિસ્તારમાં આવેલી અબુબકર મજ્જીદ નજીકના રહેવાસી મહમંદ રફીક અબ્દુલ રજાક અને તેમના સાથીઓ સાથે સેકન્ડ ઈલેટ્રીક મોટર ખરીદવામાટે દાહોદ આવ્યા હતા. દાહોદ આવતી વખતે અબુબકર સાથે બે લાખ, કાસીમભાઈ બે લાખ અને ફારૂક બે લાખ તથા અનસભાઈ એક લાખ લઈને દાહોદ મુકામે સેકન્ડ ઈલેક્ટરીક મોટરો ખરીદવા માટે આવ્યા હતા.

દાહોદ આવીને નવજીવન મિલ મુકામે મોટરો ખરીદવા પહોચ્યા હતા જ્યાં તેમને રાઠોડ નામનો વ્યક્તિ મળ્યો હતો જેણે પ્રકાશ બુરહાની વે બ્રીજના કાંટા પર બેઠા છે તેવુ જણાવતા વેપારી ગઠીયા રાઠોડ સાથે પ્રકાશભાઈને મળવા કાંટા પર ગયા હતા. બપોરના ત્રણ વાગ્યાના સુમારે ગોધરાના વેપારીઓની નક્કિ કરેલા ટ્ર્ક આવી પહોચતા ત્યાંથી ત્રણ મોટરો ભરીને નવજીવન મિલ પર આવ્યા હતા. નવજીવન પર રોઠોડભાઈ નામની વ્યક્તિ આવીને તેમને જણાવ્યુ હતું કે રૂપિયા આપો અંદર જઈને મોટર લઈ જવાની બીલ્ટી લઈને આવવાનું જણાવ્યુ હતુ. વેપારીઓને વિશ્ર્વાસમાં લઈને ~7,00,000 લઈને અંદરથી બહાર નિકળ્યો નહોતો. ત્યાંર બાદ નવજીવન મીલમાં મોટરો ભરવાનુ શરૂ કર્યુ ત્યારે મિલમાંથી ભરત નામના વોચમેન આવીને મોટર ભરવાની ના પાડી હતી.

જેથી વેપારીઓએ મેનેજર રાઠોડને સાત લાખ રૂપિયા આપી દીધા હોવાનું જણાવ્યુ હતું. ત્યારે ભરતભાઈએ જણાવ્યુ કે રાઠોડ નામનો કોઈ મેનેજર અહીયા નથી તેમજ રાઠોડભાઈ અને પ્રકાશભાઈને ફોન કરતા બન્નેના ફોન સ્વીચ ફોન આવતા હતા. મિલ માલિક સંદીપભાઈએ જણાવ્યુ કે એક હોર્સ પાવરની મોટરનો 1000નો ભાવ નક્કિ કરવામાં આવ્યો છે. ગોધરાના ત્રણેય વેપારીને છેતરપીંડી થયાનુ જણાતા દાહોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

છેતરપીંડી થયાની નોંધાઈ ફરીયાદ

વેપારીઓ ગોધરાથી દાહોદ આવ્યા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો