Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દામણપુરાથી ઝડપાયેલા ધાડપાડુ ગેંગના 2 સભ્યો 2 દિ’ના રિમાન્ડ
ઘોઘંબાનાદામણપુરા પાસેથી આંતર રાજયની ધાડ પાડુ ગેંગના બે સાગરીતોને 4 પીસ્ટલ અને 17 જીવતા કારતુસ સાથે એલસીબી પોલીસે પકડી પાડી ઘોઘંબા કોર્ટમાં રજુ કર્યા હતા. જ્યાં કોર્ટે આગામી બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
રાજગઢ પોલીસ સ્ટેશનના દામણપુરા ગામે રોડ ઉપર પંચમહાલ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં વાહન ચેકીંગ સહિત નાકાબંધી હાથ ધરવામાં આવી હતી. તે વખતે એક સફેદ કલરની સ્કોડા ગાડીમાં 6 જેટલા માણસો શંકાસ્પદ પસાર થતા પોલીસ દ્વારા ગાડીને આડાસો ઉભી કરી રોકવાની કોશીષ કરી હતી. જોકે ચાલક ભાગવા જતા પોલીસે પીછો કરી ગાડીને પકડી પાડી હતી. જ્યારે ચાર ઇસમો નાસી છુટ્યા હતા. જ્યારે બે પકડાયા હતા. જેમાં કીશોર અંતરસિંહ રાઠોડ (ઉ.વ. ૩૬, રહે.સિલાવટી તા.જી. દેવાસ (મધ્યપ્રદેશ) તથા કરણસિંહ વિક્રમસિંહ ચૌહાણ ઉર્ફે સજ્જન (ઉ.વ. ૨૮ રહે.શેખખેડી તા. મહેતપુર જી. ઉજૈન (મધ્યપ્રદેશ)નો સમાવેશ થાય છે. જ્યારે નાસી જનારમાં અનિલ ઉર્ફે એન્થોની મુલચંદ ગંગવાણી (રહે.વડોદરા સ્વાદ કોલોની વારસીયા વડોદરા), વિરેન્દ્ર ઉર્ફે ભુરીયો રંગીતસિંહ જાદવ (રહે.ભુખી), મહેન્દ્ર ઉર્ફે ચકો ફતેસિંહ જાદવ (રહે.ભુખી) તથા ભાયજાન નામનો માણસનો સમાવેશ થાય છે. ઝડપાયેલા પાસેથી પોલીસે સ્કોડા ગાડી, પીસ્તોલ 4, જીવતા કારતુસ સહિત હથિયાર મળી 5.46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મુકેશ હરજાણી ગેંગનો એન્થોની અંધારાનો લાભ લઇને નાસી ગયો હતો. હાલ પોલીસ દ્વારા તલસ્પર્શી પુછપરછ ચાલી રહી છે.
4 પીસ્તોલ અને 17 કારતુસ સાથે કોર્ટમાં રજુ કરાયા હતાં
શાર્પ શુટર એન્થોની સહિત 4 નાસવામાં સફળ રહ્યા હતા