તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંચ. જિ.માં ગુજરાત બંધની આંશિક અસર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉનાનીદલિત અત્યાચાર ઘટનાના વિરોધમાં બુધવારે ગુજરાત બંધનું એલાન રાખવામાં આવ્યુ હતું. પંચમહાલ જિલ્લામાં આંશિક અસર જોવા મળી હતી. ત્યારે શેહરા તાલુકામાં વેપારીઓએ બંધ પાળી વિરોધ દર્શાવ્યો હતો. તદઉપરાંત ગોધરામાં આપના કાર્યકરો દ્વારા વિરોધ દર્શાવીને ઘટનાને વખોડી કાઢી હતી. તેમજ પંચ. જિલ્લા કોંગ્રેસ સમીતી, અનુસુચિત જાતિ વિભાગ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપ્યુ હતું.

ઉનામા દલિત યુવાનો પર અત્યાચારના વિરોધમાં આત્મવિલોપન ચાલુ રહેતા તા. 20 ગુજરાત બંધનું એલાન આપ્યુ હતું. જેના ભાગરૂપે ગોધરા શહેર સહિત પંચ. અને મહિ. જિલ્લામાં કોઇ પ્રત્યાધાત પડ્યા હતા. પંચમહાલ પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. શહેરા તાલુકાના પશ્ચિમ વિભાગમાં અંદાજીત 15 ગામોમાં 10 હજાર ઉપરાંત દલિતો વસે છે જેઓ દ્વારા બુધવારના રોજ મોરવા, રેણા, તરસંગ, ભુરખલ, પોયડા, ભાટનામુવાડા વેરે ગામોમાં બંધ પાળી પોતાના ધંધા રોજગારથી અળગા રહયા હતા. જેમાં મોરવા કે જયાં પટેલોની વસ્તી વધુ અને ધંધા પણ ત્યાં વધારે છે. તેઓએ પણ બંધ પાળી તેઓએ અત્યાચાર વિરુદ્ધ પોતાનો સુર પુરાવ્યો હતા. ગોધરાના ચર્ચ સર્કલ પાસે આમ આદમી પાર્ટીના પિયુષભાઇ બૌધ સહિત વિરોધ નોંધાવ્યો હતો. વિવિધ બેનરો તેમજ સુત્રોચાર કરી દેખાવો કરી કડકમાં કડક સજા કરવા માટે માંગ કરવામાં આવી હતી. દલિત સમાજના પ્રો.ખંડુભાઇ પરમાર સહિત આગેવાનોએ કાળી પટ્ટી ઘારણ કરીને તેઓએ વિરોધ તથા સુત્રોચાર કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

ઉના તાલુકાના મોટા સમધીયાણાનાં દલિત યુવાનો ઉપર ગૌરક્ષકો દ્વારા અત્યાચાર ગુજારી માનવ અધિકારોનું હનન કરવામાં આવ્યું હતું. જેના વિરોધમાં લીમખેડા તાલુકા દલિત સમાજ દ્વારા તટસ્થ અને ન્યાયીક કાર્યવાહી થાય તે માટે લીમખેડા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું. લીમખેડા તાલુકા દલિત સમાજ દ્વારા લેખિતમાં આવેદન પત્ર લીમખેડાના પ્રાંત અધિકારીને પાઠવ્યું હતું. ત્યારે પ્રાંત અધિકારી એ.બી.પાંડોરે તેમની લાગણી યોગ્ય સ્થાને પહોચાડવાની ખાતરી વ્યક્ત કરી હતી.

તા.20 જુલાઇના રોજ દેવગઢ બારિયા નગરમાં દલિત સમાજના લોકો દ્વારા ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામ ખાતે ચાર દલિતો પર થયેલા અમાનુષિ અત્યાચારના વિરોધમાં નગરમાં રેલી કાઢવામાં આવી હતી અને દેવગઢ બારિયા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપીને કસુરવારોને સખતમાં સખત સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી અને બનાવને ઘૃણાસ્પદ બનાવ હોવાનું કહીને વખોડ્યો હતો. રેલીમાં દલિત સમાજના લોકો જોડાયા હતા. અને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

ગોધરામાં આપના કાર્યકરો દ્વારા વિરોધ દર્શાવી ઘટનાને વખોડી : શહેરા તા.માં બંધ પાળી વિરોધ નોંધાવ્યો

ઉનાની દલિત અત્યાચાર ઘટનાના વિરોધમાં બુધવારે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું

ધંધા રોજગારથી અળગા રહ્યા

લીમખેડામાં ગૌરક્ષકો સામે આવેદન પાઠવ્યુ

બારિયામાં દલિત સમાજે રેલી કાઢી આવેદન

^ગુજરાત(સૌરાષ્ટ્ર) ઉના ગામમાં થયેલા 4 દલિત યુવાનો પરના અત્યાચારના વિરુદ્ધમાં દલિત સમાજ દ્વારા સમગ્ર ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યુ હતુ. જેમાં અમોને દલિત સિવાય અન્ય સમાજના લોકો દ્વારા બહોળા પ્રમાણમાં સહકાર મળ્યો છે. તેઓ પોતાના ધંધા રોજગારથી અળગા રહી તેઓએ અમને સાથ આપ્યો હતો.>નટુભાઇ ધનાભાઇવણકર, સરપંચગ્રામ પંચાયત રેણા

દલીત અત્યાચારના વિરોધમાં શહેરાના મોરવા રેણા ગામે બંધ પાળી વિરોધ નોંધાવ્યો, બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણા, સાથે આવેદન આપ્યું હતું. તસવીરશ્યામલ પટેલ, હેમંત સુથાર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો