તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરામાં પાયાની સુવિધા આપવામાં ઉદાસીનતા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરાનાસાંપા રોડ વિસ્તારમાં આવેલ શ્યામલ નગરમાં ગોવિંદી ગ્રામ પંચાયત દ્રારા તમામ વેરો ઉઘરાવવામાં આવે છે. તેમ છતાં લાઇટ,રસ્તા તથા પાણીની સુવિધા અપાતા રહીશોને ભારે મુશ્કેલી પડી રહી છે. જોકે વીજ થાંભલા ઉભા કર્યા છે. પણ સ્ટ્રીટ લાઇટ પૂરી પાડતા ચોરીની દહેશત સેવાઇ રહી છે.

ગોધરાનો સાંપા રોડ દિન પ્રતિદિન નવી સોસાયટી નિમાર્ણ થતી જાય છે. અને નવા રહેણાંક વિસ્તાર વધતો જાય છે. ત્યારે કેટલોક વિસ્તાર નજીક આવેલા ગોવિંદપંચાયતની હદ સુધી પહોચ્યો છે. પણ પાયની સગવડ આપવામાં ઉદાસીતા દાખવાઇ રહી હોવાની લાગણી રહીશો કરી રહ્યા છે. શ્યામલ નગર સોસાયટી તથા તેની આસપાસ આવેલી વિવિધ સોસાયટીમાં પ્રવેશવા માટે પાકો આરસીસી માર્ગ નથી ઉબડખાબડ રસ્તાને લીધે રહીશો તથા વાહનચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. રસ્તા સારા હોવાથી રાત્રે મુસાફરી કરવામાં અડચણ પડે છે. બીમાર દર્દીને હોસ્પિટલમાં લઈ જવામાં ઘણી અગવડતા પડે છે. પુરતું પાણી અપાતું હોવાથી હાલાકી ભોગવવી પડે છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીના નિકાલનો અભાવ હોવાથી કાદવ કીચ્ચડનુ સામ્રાજ્ય સર્જાતા ગંદકી સાથે દિવસો સુધી વરસાદી પાણી ભરાઇ રહેતા ઘરની બહાર નીકળવુ દુષ્કર બને છે.વળી મચ્છરોનો પણ ઉપદ્રવ વધી જાય છે.મોટી સંખ્યામાં પાણી પણ પુરતુ અપાતુ નથી જેથી વપરાશકારોને અછત રહે છે.ત્યારે નિયમિત અને વપરાશમુજબનો જથ્થો ઉપલબ્ધ બને તે જરુરી છે. સત કેવલ મંદિર પછીના માર્ગ ઉપર રાત્રિના સમયે લાઇટ નિયમિત જળવાતુ નથી ખાસ કરીને શ્યામલનગરમાં વીજ થાંભલા ઉભા કર્યા બાદ આજદિન સુધી સ્ટ્ીટલાઇટ અપાતુ નથી જેથી અંધારપટ રહેતા લોકોને રાત્રિના સમયે ચોરીની ચિંતા રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો