તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીજળી ડૂૂલ થતાં ગ્રાહકો પરેશાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચોમાસાનોમાહોલ શરુ થયો છે. ત્યારે છાંટા છુટી વરસાદ હોય કે ના હોય પરંતુ મોરવા હડફ તાલુકા મથકે રોજીંદા નમતી સાંજે વીજળી ગૂલ બને છે. અને કલાકો સુધી પુન: વીજ પુરવઠો નહી આવતા પ્રજાને અંધારા ઉલેચવા પડતા હોવાથી પ્રજા ભારે મુશ્કેલી અનુભવે છે.

વર્ષની જેમ મુખ્ય તાલુકા મથક મોરવા હડફમાં વરસાદ હોય કે ના હોય પરંતુ વીજ પુરવઠો ખોરવાઇ જાય છે.છેલ્લા એક અઠાવાડિયાથી રોજીંદા નમતી સાંજે છરસાદ હોય કે ના હોય કે પછી સામાન્ય અમીછાંટણા કે પવનો ફંકાઇને વાદળ ઘેરાવાની શરુઆત થતાં અચાનક વીજળી ગુલ થઇ જાય છે. એક તરફ વિધ્યાર્થીઓને ઘરે આવીને લેશન કરવાનો સમય હોય મહિલાઓને રસોઇ કામ કરવાનુ હોય તેવા સમયે અંધારપટ સર્જાતા ગ્રાહકોને પરેશાની અનુભવવી પડે છે. લાઇટ ગયા બાદ કલાકો સુધી પુ:ન સુવિધા ઉપલબ્ધ થતી નથી. અંગે જીઇબી માં જાણ કરવામાં આવતા ફોન રીસીવ કરાતો નથી. કાંતો ફોલ્ટ શોધ્યા બાદ લાઇટ આવશે તેવા ઉડાવ જવાબ આપવામાં આવે છે.

મોરવા હડફમાં કલાકો સુધી વીજ પુરવઠો નહી આવતા હાલાકી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો