તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્ટી રેગીંગ-ચાઇલ્ડ પ્રોટેકશન વિકની ઉજવણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાજેતરમાંતાલુકા કાનુની સેવા સમિતિ લુણાવાડાના સંયુકત ઉપક્રમે લુણાવાડા ખાતેથી એન્ટી રેગીંગ અને ચાઇલ્ડ પ્રોટેકશન વિકની રજુઆત કરાઇ હતી. દરમ્યાન વિવિધ શાળા તેમજ કોલેજોમાં કાર્યક્રમ યોજીનો વિદ્યાર્થીઓને મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

પંચમહાલ જીલ્લા કાનુની સેવા સતામંડળ ગોધરા તેમજ તાલુકા કાનુની સેવા સમિતિ લુણાવાડાના સંયુકત ઉપક્રમે લુણાવાડા ખાતેથી એન્ટી રેગીંગ અને ચાઇલ્ડ પ્રોટેકશન વિકની રજુઆત કરાઇ હતી. કાર્યક્રમ હેઠળ પ્રથમ દિવસે લુણાવાડા ખાત પંચશીલ હાઇસ્કૂલ, ક્રિસ્ટલ સાયન્સ સ્કુલ, પી એમ પંડયા આર્ટસ સાયન્સ અને કોર્મસ કોલેજ તેમજ ગર્વમેન્ટ આઇટીઆઇ કોલેજમાં કાનુની શિક્ષણ શિબિર અને સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં જીલ્લા કાનુની સેવા સત્તામંડળ સચિવ ડો.આર.એન, કરનાનીએ દેશમાં વધતા રેગીંગના કિસ્સાઓ તરફ ધ્યાન દોરી રેગીંગને અટકાવવા માટેના પગલાઓ તેમજકાયદાકીય જોગવાઇઓ તેમજ યુજીસીના સને 2009ના સરકયુલર બાબતે ધ્યાન દોર્યુ હતુ. અને સ્ટોપ રેગીંગ મેક ફ્રેનશીપનો સૂત્રો આપ્યો હતો. પેરા લીગલ વોલ્યુટીર્યસ કલ્પાબેન પરમારે બાલ અધિકારો તેમજ સંરક્ષણ વિષય પર પ્રકાશ પાડયુ હતુ. અધિવકત રાજેશ ત્રિપાઠીએ ઓડીઓ, વિડીઓ મેથડથી કાનુની જાગૃતિ ફેલાવી હતી. લુણાવાડાના અધિકારીઓ કે.એમ.શાણાએ કાનુની સહાયના વિષય પર પ્રકાશ પાડયુ હતુ. જયારે અધિવકતાઓ ચિરાગભાઇ સંભવાણી તેમજ અકરણ પઠાણે મંચનું સંચાલન કર્યુ હતુ. નાલ્સા સ્કીમ 2010 હેઠળ તમામ હાઇસ્કૂલ, કોલેજો અને આઇટીઆઇમાં એન્ટી રેગીંગ અને ચાઇલ્ડ પ્રોટેકશન સેલ પણ ખોલવામાં આવ્યો છે. જેમાં સ્કુલના આચાર્ય મહીલા ટીચર તેમજ છાત્રા સભ્ય તરીકે રહેશે. વિક હેઠળ આગળના દિવસોમાં જુદાજુદા તાલુકાઓ અને છેલ્લે ગોધરામાં કાનુની શિબિરો યોજાઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો