તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • ગોધરા શહેરના કંકુથાંભલા તથા કાલોલમાંથી15 પશુઓ બચાવાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા શહેરના કંકુથાંભલા તથા કાલોલમાંથી15 પશુઓ બચાવાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરાશહેરના કંકુથાંભલા તથા કાલોલ પાસેથી પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યુ હતું. જેના આધારે બે અલગ અલગ સ્થળ ઉપરથી પોલીસે 15 પશુઓ બચાવી લીધા હતા. તેમજ બચાવેલા પશુઓને નજીકના પાંજરાપોળ મોકલી આપવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે બે ને પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય નાસી જવામાં સફળ રહ્યા હતા.

મળતી માહિતી મુજબ ગોધરા શહેરના કંકુથાંભલા ગામે રોડ ઉપરથી તાલુકા પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યુ હતું. જ્યાંથી એક ટેમ્પોમાં ક્રુરતા પુર્વક પશુઓ ભરીને લઇ જવામાં આવતા હતા. જોકે પોલીસને જોઇ હેરાફેરી કરનાર દ્વારા પશુઓને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. તેમજ પશુઓને ચાલતા લઇને આવતા હતા. જેથી પોલીસે અનીલકુમાર મદનભાઇ પટેલ (રહે. રાવત ફળીયુ, વાંસીયા, ગોધર) પકડાઇ ગયો હતો. જ્યારે ટેમ્પો ડ્રાઇવર લાલાભાઇ, ફજલ કરમ ફીરોજ અંધી (રહે રાણી મસ્જીદની સામે, તથા અનસ સેલેમાન તાસીયા (રહે. રાણી મસ્જીદની પાછળ) નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસ દ્વારા બચાવેલા પશુઓને સુરક્ષીત પાંજરા પોળ મોકલી આપવામાં આવ્યા હતા. ઉપરાંત કાલોલ પોલીસ મથકના પીએસઆઇ એચ.બી.ચૌહાણ તથા સ્ટાફના માણસો દ્વારા હાલોલ ગોધરા હાઇવે રોડ ઉપર ચેકીંગ કરતા હતા. દરમિયાન એક ટેમ્પો શંકાસ્પદ આવતો હતો.પોલીસ દ્વારા બચાવેલા પશુઓને સુરક્ષીત પાંજરા પોળ મોકલી આપવામાં આવ્યા હતા. જેથી પોલીસ દ્વારા ટેમ્પોને રોકી તપસા આરંભવામાં આવતા ગૌવંશને ટુકા દોરડા વડે મુસ્કેટાટ બાંધી રાખ્યા હતા. તેમજ અંદર ધાસચારો કે પાણીની સગવડ રાખવામાં આવી હતી. તદ ઉપરાંત હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાય તે રીતે કતલ કરવાના ઇરાદે ગાય નંગ 6, બળદ નંગ 5 તથા વાછરડા નંગ 2 મળી 13 લઇ જતા હતા. જોકે પોલીસ દ્વારા ટેમ્પાના ચાલક ઇમરાન અબ્દુલ મજીત પાડવા (રહે. વેજલપુર) પકડી પાડવામાં આવ્યો હતો. જ્યારે ટેમ્પોના ક્લિનર અહેમદહુસેન ઐયુબ પાડવા ઉર્ફે બારદીન (રહે દિવાન ફળીયા, વેજલપુર) નાસી ગયો હતો. ઉપરાંત હેરાફેરીમાં અહેમદહુસેન યાકુબ હયાત ઉર્ફે ચદરીયો (રહે. સાતપુલ ઓઢા) તથા ટેમ્પાનો માલિક પણ સંડોવાયેલા હતા. આમ પોલીસે ચારેવ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી છે. તેમજ બચાવેલા પશુઓને સુરક્ષીત પાંજરાપોળ મોકલી આપવામાં આવ્યા હતા.

ગૌવંશને ટુંકા દોરડા વડે મુસ્કેટાટ બાંધી રાખ્યા હતા

પશુઓને સુરક્ષીત પાંજરાપોળ મોકલી આપવામાં આવ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો