તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘોઘંબામાં મામલતદાર અને કલેકટરને આવેદનપત્ર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઘોઘંબાનેતાલુકાકક્ષાનું સ્થાન મળ્યા બાદ 16 વર્ષનો સમય વિતવા છતાં પણ ઘોઘંબા તાલુકો અનેક પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોયથી ઘોઘંબાના જાગૃત યુવાનો દ્વારા તાજેતરમાં ઘોઘંબા મામલતદાર અને કલેકટરને આવેદનપત્ર આપી તેમની વેદના રજુ કરી હતી.

ઘોઘંબાને તાલુકાકક્ષાનું સ્થાન મળ્યા બાદ અગત્યનો મુદો ઘોઘંબામાં આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની ફાળવણી સાથે વિદ્યાર્થીઓની સગવડ અને સુવિધા માટે અદ્યતન બસ સ્ટેન્ડની માગણી કરવામાં આવી છે. ઉપરાંત ઘણા બધા પ્રશ્નો ઘોઘંબાના આદિવાસીઓ મોટે માથાના દુ:ખાવા સમાન છે. ઘોઘંબા તાલુકાનું અસ્તિત્વ વર્ષ 2000માં આવ્યુ હતુ. ત્યાર બાદ આજેપણ બે બે વખત ખાતમુર્હુત કરવામાં આવ્યા બાદ આજે પણ ઘોઘંબામાં પીકઅપ સ્ટેન્ડ છે. એક વખત ગ્રામ પંચાયત દ્વારા અને એક વખત રાજયકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમ વખતે નવા બસ સ્ટેન્ઢ માટે ધામધૂમથી ખાતમુર્હુત કરવામાં આવ્યુ હતુ. ઉપરાંત અતિ પછાત અને ઉંડાણમાં આવેલ આદિવાસી તાલુકાના ઘોઘંબા તાલુકામાં ધોરણ બાર પછી વધુ અભ્યાસ માટેની કોઇ સુવિધા હોવાથી વધુ અભ્યાસ માટે ઇચ્છીત વિદ્યાર્થીઓને હાલોલ ગોધરા કે કાલોલમાં પોતાના ભાવિ માટે ઉચ્ચશિક્ષણ મેળવવા માટે જવુ પડે છે. હાલોલ 25 કિ.મી., ગોધરા 40 કિ.મી., કાલોલ 35 કિ.મી. અને સીમલીયા 25 કિ.મી.નું અંતર કાપવુ પડે છે. પરિણામે આદિવાસી અને રૂઢીચુસ્ત સમાજ દિકરીઓને આગળ ભણવા માટેની મંજુરી આપતા નથી. અને દિકરીઓ ડ્રોપ લઇ ઘર કામમાં લાગી જાય છે. ઉપરાંત અનિયમિત બસોને લઇને વિદ્યાર્થીઓ સમયસર કોલેજ ખાતે પહોંચી શકતા અને અભ્યાસ બગડે છે. જેને લઇ ઘોઘંબા નગરના જાગૃત યુવાનો દ્વારા કલેકટર અને મામલતદાર ઘોઘંબાને આવેદનપત્ર આપીને ઘોઘંબામાં આર્ટસ એન્ડે કોમર્સ કોલેજનીસ્થાપના થાય તો આદિવાસી વિદ્યાર્થીઓ અને દિકરીઓ વધુ અભ્યાસની પોતાની રૂચીને વેગ આપવામાં સફળ બને તેમ છે. શિક્ષણને વેગ આપવાના પ્રયાસો સાથે શિક્ષણમાં વધારો થાય તે માટે સતત પ્રયત્નશીલ છે.

દિકરીઓ ડ્રોપ લઇ ઘર કામમાં લાગી જાય છે

કોલેજ જવા માટે બસો અનિયમિત આવે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો