તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બહેનની ઓઢણી પણ ડૂબતાં બે ભાઇઓને બચાવી શકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેવગઢબારિયા તાલુકાના તોયણી ગામે ગોયરોના જવારા પધરાવવા ગામના કોતરે ગયેલા પિતારાઇ ભાઇઓનું ડૂબી જવાને કારણે મોત થતાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. ઘટના બની તે સમયે હાજર તેમની નાની બહેને બંનેને બચાવવા માટે કોતરમાં ઓઢણી નાખી હતી પરંતુ તે સફળ રહી હતી. ઘટનાથી આખા ગામમાં શોકની લાગણી ફેલાઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ તા.20 જુલાઇના રોજ સવારના સમયે દેવગઢ બારિયા તાલુકાના તોયણી ગામે ગોયરોના જવારા પધરાવવા માટે માટે ગામના કોતરમાં પિતરાઇ ભાઇ ભુપેન્દ્રકુમાર વિલાસભાઇ ઉ.વ.13 અને પુષ્પેન્દ્રકુમાર રમણભાઇ ઉ.વ.14 પોતાની નાની બહેન સાથે ગયા હતાં. બન્ને એકલા કોતરમાં નહાવા પડ્યા હતા પણ કોતરના પાણીનો અંદાજ રહેતા ભાઇઓ ઉંડા પાણીમાં ડુબી ગયા હતા. વખતે હાજર તેમની નાનીબહેને પોતાની ઓઢણી નાખીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સફળ રહી હતી. સ્થળ પર તેમના ઘરની અન્ય બાળાઓ ગોયરો પધરાવવા આવતા ઘટના અંગે જાણીને બુમાબુમ કરી હતી. દોડી આવેલા આજુબાજુના માણસોએ કોતરમાં તપાસ કરતાં બંને ઉંડા પાણીમાંથી મળી આવ્યા હતા. બંનેને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે બન્ને ભાઇઓને મૃત જાહેર કર્યા હતા. એકજ પરિવારના અને સગાભાઇઓના એક એક છોકરાના મોત થતાં તોયણી ગામમાં શોકની લાગણી ફેલાઇ હતી. આમાં ભુપેન્દ્રકુમાર વિલાસભાઇ એકનો એક પુત્ર હતો અને ધો.8માં ઇરા સ્કૂલ દેવગઢ બારિયામાં અભ્યાસ કરતો હતો. જ્યારે પુષ્પેન્દ્રકુમાર રમણભાઇ ધોરણ 8માં રોઝબડ સ્કૂલ દે.બારિયામાં અભ્યાસ કરતો હતો. બન્ને ભાઇઓની એક સાથે અંતિમ વિધી યોજાઇ હતી. તેમની અંતિમ યાત્રામાં આખુ ગામ જોડાયુ હતું અને સ્મશાનમાં સમગ્ર ગામના લોકો આવીને ભારે હૃદયે અંતિમ સંસ્કાર કર્યા હતા. ઘટનાથી તેમના પરિવાર અને ગામમાં ભારે શોકની લાગણી ફેલાઇ છે.

ગૌરીવ્રતના જવારા ડુબાડવા માટે બન્ને ભાઇઓ કોતરે જતાં તણાયા

સ્પર્ધાના દિને કરૂણાંતિકા

પુષ્પેન્દ્રકુમારરમણભાઇ દે.બારિયાની રોઝબડ સ્કૂલમાં ધો.8માં અભ્યાસ કરતો હતો. તેણે શાળાની ક્રિએવીટી સ્પર્ધામાં ભાગ લીધો હોય સ્પર્ધાનો તમામ સમાન તેણે કાતર, કાગળ, તેમજ સજાવટનો સામાન અગાઉના દીવસે ખરીદીને ટીચરને આપ્યો હતો. સ્પર્ધાના દીવસે તેનું મૃત્યુ થતાં તેના ટીચરે તેના સંસ્મરણો યાદ કરીને આંખોમાં આંસુ સાથે તેનો સામાન અકબંધ મારી પાસે રહી ગયો તેવુ દુ:ખદ હૃદયે જણાવ્યું હતું.

બંને ખેંચાયા હતાં

^આબન્ને કાકા કાકાના ભાઇઓ સાથે તેઓની નાની બહેન પટેલ પીનલ રમણભાઇ પણ ગોયરો પધારવા જોડે ગઇ હતી અને ઉંડા પાણીમાં ડુબતા બન્ને ભાઇઓને બચાવવા માટે તેણે ઓઢણી પાણીમાં નાખી પણ તેનાથી બન્ને ભાઇઓ ખેંચાતા બચાવવા માટે બુમાબુમ કરી હતી. તે બન્ને ભાઇઓને ડુબતા બચાવી શકી હતી.>હસમુખભાઇ પંચોલી,રોઝબર્ડશાળાના કર્મચારી

દે. બારિયા તા.ના તોયણી ગામે બે પિતરાઇ ભાઇઓનું ડૂબી જતાં મોત

દેવગઢ બારિયાના તોયણી ગામે કોતરમાં ડુબી જતાં મૃત્યુ પામેલા બન્ને ભાઇઓની એક સાથે અંતિમ વિધી કરી હતી. ઇન્સેટમાં પટેલ પુષ્પેન્દ્ર રમણભાઇ, ભુપેન્દ્ર કુમાર વિલાસભાઇ. તસવીરનીલ સોની

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો