તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • ગુડ મોર્નિંગ લાફીંગ ક્લબ ઓફ ગોધરામાં હાલ 60થી વધુ સભ્યો જોડાયેલા છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુડ મોર્નિંગ લાફીંગ ક્લબ ઓફ ગોધરામાં હાલ 60થી વધુ સભ્યો જોડાયેલા છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હસતારહેશો તો જીવશો, વધુ જીવશો અને સારૂ જીવશો, તેવા સુત્ર સાથે શરૂ થયેલા ગુડ મોર્નિંગ લાફીંગ ક્લબ ઓફ ગોધરામાં હાલ60થી વધુ સભ્યો જોડાયેલા છે. શહેરના નહેરૂ બાગમાં દરરોજ સવારે 6 થી 7 કલાક દરમીયાન પ્રાણાયામ, યોગાસન, વિપશ્યના, લાફીંગ વિગેરે કસરતો વિનામુલ્યે કરાવવામાં આવે છે.

ગોધરા શહેરમાં કેટલાય વર્ષોથી લાફીંગ ક્લબ નહરૂ બાગમાં ચાલી રહી છે. લાફીંગ ક્લબના પ્રણેતા અમદાવાદના ર્ડા. મુકુન્દ મહેતા દ્વારા રૂબરૂ આવીને ક્લબની સ્થાપના કરવામાં આવી હતી. અંદાજે 1990ના વર્ષમાં કરવમાં આવી હતી. જે તે સમયે ગુડમોર્નીંગ લાફીંગ ક્લબ ઓફ ગોધરા શરૂ થઇ ત્યારે અંદાજે 10 થી 15 જેટલા સભ્યો આવતા હતા. કોઇ પણ જાતની ફી વગર દરરોજ સવારના 6 થી 7 બારે માસ ચાલે છે. વરસાદ હોય કે, ઠંડી હોય કે ગરમી માં લોકો જોડાય છે. દરરોજ સુરેશભાઇ શાહ દ્વારા લાફીંગ ક્લબના સભ્યોને ફોનથી મીસ કોલ કરીને જગાડી ટેવ પાડીને ભેગા કરતા હતા. સભ્યોના સુચનો મેળવી કસરતોમાં સધારા વધારા કરતા હતા. જે આજે સીનીયર સિટીઝનો સહિત યુવા વર્ગ પણ જોડાયો છે. જેના ભાગરૂપે યોગાસન, પ્રાણાયમ, તથા શ્વાસ અને પગની કસરત કરાવતા આજે લાફીંગથી કસરતથી મોટા ભાગનાને સામાન્ય રોગોથી રાહત મેળવે છે.

ઉપરાંત મેડીકલ કેમ્પ, શીબીરો, યાત્રા, પ્રવાસ તથા વિદ્વાનોના પ્રવચનો દ્વારા નહેરૂ બાગને જીવંત રાખેલ છે. સભ્યોમાં ત્યાગનની ભાવના કેળવાય અને સભ્યોના સુખ દુ:ખના પ્રસંગે વ્યક્તિગત રીતે તેઓના ધરે જવાનું તેમજ જન્મદીન નિમીત્તે તેઓની ભાવના મુજબ પ્રસાદી પણ લેવામાં આવતી હોય છે.હાલમાં ગાયત્રી પરિવાર દ્વારા એક્યુપ્રેસર પોઇન્ટ દ્વારા કસરતો તેમજ રોગોને અનુરૂપ વિવિધ પ્રકારના જ્યુસો નજીવી કિંમતે સેવાકીય પ્રવૃતીના ભાગ રૂપે આપવામાં આવે છે. તેવા સુત્ર સાથે ગોધરાના નહેરૂ બાગમાં દરરોજના સવારે 6 થી 7 દરમિયાન ગુડમોર્નીંગ લાફીંગ ક્લબ ઓફ ગોધરા ચાલે છે. જેંમા 63 થી વધુ સભ્યો જોડાયેલા છે.

પ્રાણાયામ, યોગાસન કરાય છે

લાફિંગ ક્લબનો મુખ્ય હેતુ શું

લાફીંગક્લબનો મુખ્ય હેતુ શહેરના તથા સમાજના દરેક લોકો સારૂ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે, એક બીજા સાથે હળે મળે તેવી ભાવના સમાયેલી છે. લાફીંગ ક્લબમાં ડોક્ટરો, વકીલો, વેપારીઓ, દરેક કોમના લોકો ક્લબના સભ્યો છે. તદ ઉપરાંત હાલમાં દરેક સભ્યોના સ્વખર્ચે યુનિફોર્મ પહેરે છે.

સભ્યોનુંલીસ્ટ પણ બનાવાયુ છે

ગોધરાશહેરમાં 26 વર્ષથી વધુ સમયથી ગુડમોર્નીંગ લાફીંગ ક્લબ ઓફ ગોધરા અવિરત પણે ચાલે છે. ધીરે ધીરે સભ્યોમાં વધારો થતા તેઓ દ્વારા લીસ્ટ પણ બનાવવામાં આવ્યુ છે. જેમાં સભ્યોનું નામ, સરનામું, ટેલીફોન નંબર, મોબાઇલ નંબર તથા જન્મ તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં 63થી વધુના નામ લખવામાં આવ્યા છે. જેમાં ઉમેરો પણ થતો જાય છે.

નહેરૂ બાગમાં વિનામુલ્યે લાભ લે છે

ગોધરા નહેરૂ બાગમાં લાફીંગ ક્લબ ઓફ ગોધરાના સભ્યો દ્વારા લાફીંગ સહિત અન્ય પ્રવૃતિ કરતા નજરે પડે છે. તસવીરહેમંત સુથાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો