Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પંચ. તથા મહિ.માં ગૌરીવ્રતનો ભક્તિમય વાતાવરણમાં પ્રારંભ
લાંબીપ્રતિક્ષા બાદ ગૌરીવ્રત તથા જયાપાર્વતીનો ભક્તિમય વાતાવરણમાં પ્રારંભ થતા પંચમહાલના શિવજી મંદિરોમાં વહેલી સવારથી નવા વસ્ત્રો સજ્જ બની વ્રતધારી કન્યાઓએ માનીતો ભરથાર મેળવવા શ્રદ્વાભેર પુજા-અર્ચના કરી હતી. જેના કારણે મંદિરોમાં ભારે ભીડભાડના દ્રશ્યો નિહાળવા મળ્યા હતા.
પોતાનું જીવન સુખમય વિતાવવા મનનો માણીગરને પામવા માટે ગૌરીવ્રન બાળાઓ કરે છે. તે પૂર્વે ગૌરો વાવી પાંચ પાંચ દિવસ મીઠા વગરનું ભોજન લઇ ઉપવાસમાં ઉપયોગી વિવિધ અલુણાઓ આરોગે છે. નવા પરિધાનમાં સજીધજીને સહેલીઓ સાથે શિવમંદિરોમાં પુજાપા સાથે ઉમટી પડી હતી. વિવિધ મંદિરોમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે દીપ, કંકુ-ચોખા જેવી સામગ્રીથી શ્રદ્વાભેર પુજા- અર્ચના કરી ભોલે શંકરને રીઝવ્યા હતા. ગોધરા શહેરમાં આવેલા શિવાલયોમાં પણ વ્રતની ઉજવણીનો આરંભ અત્યંત શ્રદ્વાભેર કર્યો છે. હાલોલ, કાલોલ, શહેરા, તેમજ લુણાવાડા, સંતરામપુર સહિત અન્ય તાલુકાઓમાં વિશિષ્ટ મહત્વ ધરાવતાં ગૌરીવ્રતના દિને યુવતીઓ વહેલી સવારથી શિવમંદિરે પુજા અર્ચન કરી મહાદેવને રીઝવી રહી છે. જિલ્લામાં વહેલી સવારે પુજન અર્થે આવતી યુવતીઓની હકડેઠેઠ ભીડ જામી હતી.
દાહોદ જીલ્લામાં ગૌરી વ્રતનો પ્રારંભ : સોમવારે શિવાલયોમાં ભીડ જામશે
અષાઢસુદ તેરસથી ગૌરી વ્રતનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે કુંવારિકાઓએ પ્રથમ દિવસથી જવારા ની પૂજા અર્ચના આરંભી દીધી છે તેમજ વ્રત ધારિણીઓએ શિવ દર્શન પણ કર્યા હતા. પાંચ દિવસ સુધી વ્રત ચાલશે અને રોજ સવારે કુંવારિકાઓ જવારાની પૂજા અર્ચના કરી શિવ દર્શને જશે.શિવાલયમાં જઇ ને શિવલીંગ પર અભિષેક પણ કરશે. બીજી તરફ 18 જુલાઇએ સોમવાર પણ શિવાલયોમાં ભીડ જામશે તે નિશ્ચિત છે. સવાર થી શિવલીંગ પર અભિશેક માટે પડાપડી થશે. પ્રથમ દિવસથી વ્રતધારિણીઓમાં ઉત્સાહ વર્તાતો હતો. નાની બાળાઓમાં અને પ્રથમ વખત ઉપવાસ કરનારી બાલિકાઓને તો કોઇ તહેવાર જેવુ લાગતુ હતુ.
ગોધરામાં ગૌરીવ્રતનો ભક્તિમય વાતાવરણમાં પ્રારંભ થયો છે. તસવીરહેમંત સુથાર
શિવાલયોમાં પુજા અર્ચના કરી શ્રદ્વાભેર ઉજવણી