તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફાઇ ઝૂંબેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદશહેર પોલીસ મથકનું રેકર્ડ રૂમ વર્ષો બાદ ખાલી કરવામાં આવ્યું હતું.આ રૂમ ખાલી કરવામાં આવતાં ગુનામાં વપરાયેલા હથિયારો સાથે કબજે લીધેલી વિવિધ ચીજ-વસ્તુઓના ઢગ વાગી ગયા હતાં.

ગોધરા રેન્જના ડીઆઇજી અભય ચુડાસમાએ દાહોદ જિલ્લાના દરેક પોલીસ મથકમાં સફાઇ કરવાનો આદેશ આપ્યો છે. પોલીસ વડા મનોજ નિનામાની દેખરેખ હેઠળ પોલીસ કર્મચારીઓ હાલ સફાઇ ઝુંબેશમાં જોતરાયેલા છે. ત્યારે દાહોદ શહેરમાં આવેલા પોલીસ મથકમાં સફાઇ કામગીરી બાદ રંગરોગાન પણ કરવામાં આવ્યું છે. સોમવારે પોલીસ મથકના મુદ્દામાલ મુકેલો હતો તે રૂમની સફાઇનું કામ હાથ ઉપર લેવામાં આવ્યું હતું.પોલીસ દ્વારા વિવિધ કેસમાં કબજે લીધેલા દરેક પ્રકારના હથિયારો સાથે તેલના પાઉચ સહિતના વિવિધ પ્રકારના મુદ્દામાલનો મોટો ઢગ થઇ ગયો હતો. મુદ્દામાલ રૂમની સફાઇ કરવા માટે પોલીસ મથક નજીક પાણી ગરમ કરવાની ફરજ પડી હતી. વહેલી સવારથી શરૂ કરેલી મુદ્દામાલ રૂમની સફાઇની કામગીરી મોડી સાંજ સુધી પૂર્ણ થઇ હતી.

દાહોદ શહેરના પોલીસ મથકમાં આવેલા મુદ્દામાલ રૂમની વર્ષો બાદ સફાઇ કરવામાં આવી હતી. રૂમમાંથી ગુનાના કામે કબજે લેવાયેલા હથિયારો સહિત વિવિધ વસ્તુઓના ઢગ જોવા મળ્યા હતાં. તસવીરસંતોષ જૈન

દાહોદમાં પોલીસનું મુદ્દામાલ રૂમ વર્ષો બાદ ખાલી કરાયો

અન્ય સમાચારો પણ છે...