તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • અરબપતિઓને લોન માફીની જાહેરાત લોકો સાથે છેતરપિંડી

અરબપતિઓને લોન માફીની જાહેરાત લોકો સાથે છેતરપિંડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશનોગરીબ - મધ્યમવર્ગીય પ્રજા, વ્યાપારી, ખેડૂત, ગૃહિણી, મજુર વગેરે પોતની મહેનતની કમાણી બેંકમાં જમા કરાવે છે અને સરકાર તેઓની મહેનતની કમાણી અરબપતીઓને વહેંચી શકે છે.તેવા આયોજન સામે ગોધરામા આપના કાર્યકરોએ દેખાવો યોજ્યો હતો

ગોધરામાં કેન્દ્ર સરકારની નિતિ સામે આપ પાર્ટીના કાર્યકરોએ કલેકટર કચેરી પાસે દેખાવો કરયો હતો જેમાં જણાવાયુ હતુ કે કેટલાક અરબપતિઓને સરકારી બેંકો તરફથી લાખો કરોડોની લોન મળી છે. સરકારના અહેવાલ મુજબ અરબપતિઓ બેંકોના 8 લાખ કરોડ રૂપિયા પચાવી ગઇ છે. મોદી સરકારે 8 લાખ કરોડ રૂપિયામાંથી 14 હજાર કરોડ રુપિયા તો માફ કરી દીધા છે. હવે બાકીની લોન માફ કરવા માટે સરકાર પાસે નાણાની અછત છે. બેંકો ખાલીખમ છે તો આવુ ષડયંત્ર ઘડાયુ છે કે રૂ.500 અને 1000ની નોટો બંધી કરી દો અને લોકોને કહેવાય છે કે જુની નોટો બેંકમાં જમા કરવો. મોદી સરકારને એવી આશા છે કે આનાથી બેંકમાં 10 લાખ કરોડ રૂપિયા ભેગાથઇ જશે. અને રકમથી સરકાર ઉદ્યોગપતિઓના બાકી બચેલા 7 લાખ કરોડ રૂપિયા માફ કરી દેશે. મોદી સરકાર આવુ કરશે આનો સૌથી મોટો પુરાવો હાલમાં જોવા મળે છે કે અગાઉ નોટબંધીને 5 દિવસ થયા હતા. લોકોએ બેંકોમાં પૈસા જમા કરાવવાના શરૂ કર્યા હતા. ત્યારે અચાનક સરકારે 63 અરબપતીઓની 6 હજાર રૂપિયાની લોન માફ કરી દીધી. તો છેતરપીંડી છે આખા દેશનેમૂર્ખ બનાવવામાં આવી રહયો છે.

કલેક્ટર કચેરી બહાર પોસ્ટરો સાથે દેખાવો કર્યા

ગોધરામાં આપના કાર્યકરો દ્વારા વિરોધ વ્યકત કરાયો

આપ ના કાર્યકરો દ્વારા કલેક્ટર કચેરી બહાર વિરોધ કર્યો હતો. તસવીરહેમંત સુથાર

અન્ય સમાચારો પણ છે...