તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ભેટડા ગામેથી વિદેશી દારૂ ભરેલી ટાટાએસી ગાડી સાથે 1 શખ્સની ધરપકડ

ભેટડા ગામેથી વિદેશી દારૂ ભરેલી ટાટાએસી ગાડી સાથે 1 શખ્સની ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘોઘંબાતાલુકાના દામાવાવ (ભેટડા) ગામે રહેતા જીગરસિંહ રાઠોડ પોતાના ડાંગરના ખેતરમાં ટાટા એસી ગાડીમાંથી વિદેશીદારુ ઉતારતો હતો. જોકે પોલીસને જોઇ બુટલેગર નાસવા જતા તેને ઝડપી પાડયો હતો. તેમજ અન્ય એક બુટલેગર નાસી જવામાં સફળ રહ્યો હતો. દારૂનો જથ્થો તથા ટાટાગાડી મળી 2.85 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઘોઘંબા તાલુકાના દામાવાવ પોલીસ મથકની હદમાં આવેલા ભેટડા મોટાફળીયુ ગામે રહેતા જીગરસિંહ ગુલાબસિંહ રાઠોડ ડાંગરના ખેતરમાં વિદેશીદારુ ઉતારતો હોવાની બાતમી મળી હતી. જેથી દામાવાવ પોલીસે દરોડો પાડી તપાસ આરંભતા ટાટા એસી ગાડીમાંથી બિયર બોટલ પેટી નંગ 19 તથા કવાટરીયા નંગ 588 કિ.રૂ.34800 તથા ટાટાએસી ગાડી કિ.રૂ.2.50 લાખ મળી કુલ રૂ.2,85,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

દામાવાવ પોલીસે દારૂના જથ્થા સાથે એકની ધરપકડ કરવામાં આવી હતી, અને ફરાર અન્ય એક બુટલેગરની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા. અત્રે નોંધનિય છેકે ગોધરા શહેરમાં દેશીદારુ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં દેશી તથા વિદેશીદારુનો વેપલો ધમધમતો રહે છે. તો પોલીસે દ્વારા આવા સ્થળોએ દરોડા પાડી તટસ્થ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

~2.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ખેતરમાં દારૂ ઉતારતો બૂટલેગર

અન્ય સમાચારો પણ છે...