તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવકમાં વધારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધીરેધીરેઆગળ વધતી શિયાળાની ઋતુમાં ગોધરા સહિત પંચમહાલના સ્વાદ શોખીનો ખુશખુશાલ મુદ્રામાં જોવા મળે છે. શિયાળામાં ભરપુર માત્રામાં લીલા શાકભાજીની આવક બજારમાં આવતા ઉપયોગમાં લઇ સ્વાસ્થ્ય મજબુત બનાવવા સજજ બન્યા છે. જયારે ગોધરા સહિત હાલોલ, કાલોલ, જેવા તાલુકા વિસ્તારોમાંથી લીલા શાકભાજી બજારમાં વેચવા આવતા પરિવારોને આર્થિક લાભની આશા જન્મી છે.

શિયાળો એટલે શરીરને રોષ્ઠવાન અને સ્વાસ્થ્યપ્રદ બનાવાની ઋતુ આવી ફુલગુલાબી ઠંડીના માહોલમાં તાજા અને લીલા શાકભાજી જથ્થાબંધ બજારોમાં ખડકાતા સ્વાદ શોખીનો આનંદિત બની ગયા છે. જીલ્લાના ગ્રામ્ય પંથકમોમાં ખેડૂતો દ્વારા મેથી, પાલકની ભાજી સહિત લીલા શાકભાજી ઉપલબ્ધ બનતા બજારોમાં તેજી આવી ગઇ છે. વહેલી સવારે ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂત પરિવારો તાજા શાકભાજી લઇને ગોધરા, હાલોલ, કાલોલ, સહિતના વિસ્તારોમાં વેચાણ અર્થે આવતા હોય છે. ગોધરા શહેરમાં શિયાળાની ઋતુ દરમ્યાન આવા શ્રમિક પરિવારો જહુરપુરા શાકમાર્કેટ સહિત અન્ય જગ્યાઓ પર તાજા લીલા શાકભાજી લઇને આવતા તેઓની ચહલ પહલ વધી જાય છે. તાજા શાકભાજી ખરીદનાર મહિલાવર્ગની પણ સવાર સાંજ લીલા શાભાજીની ખરીદી કરતી હોય છે

પંચમહાલ જિલ્લાના સ્વાદ શોખીનો શાકભાજીની આવકથી ખુશખુશાલ

શિયાળુ લીલા શાકભાજીની આવક શરૂ

ગોધરા સહિત જિલ્લામાં શિયાળામાં લીલા શાકભાજીની આવક શરૂ થતા મહિલાઓ ખરીદી કરતી નજરે પડે છે. તસવીરહેમંત સુથાર

અન્ય સમાચારો પણ છે...