તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પંચમહાલ 373-મહિ. ની 252 ગ્રા.પં. ચૂંટણી યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યચુંટણી પંચ દ્રારા ચુંટણી કાર્યક્રમ જાહેર કરતા પંચમહાલની 373 તથા મહિસાગર જીલ્લાના 252 ગ્રામપંચાયત વિસ્તારમાં રાજકીય માલોલ ગરમાઇ ગયો છે.આ સાથે આજથી આચાર સંહિતનો અમલ શરુ થયો છે. જોકે જાણવા મળ્યાનુસાર વિભાજીત બાદ 12થી વધુ નવીન પંચાયતોની પ્રથમવાર ચુંટણી યોજાશે

ડિસેમ્બર માસમાં પંચમહાલ તથા મહિસાગર જીલ્લાની વિવીધ ગ્રામ પંચાયતનોની મુદત પૂર્ણ થાય છે.ત્યારે ગ્રામપંચાયતની ચુંટણી જંગમાં ઉતરવા થનગનાટ અનુભવતા ઉમેદાવારો છેલ્લા કેટલાક સમયથી ચુંટણીના કાર્યક્રમની ચાતકનજરે રાહ જોવાતી હતી અને તૈયારી સાથે સજ્જ બનીને અનામત અનુસાર સરપંચપદ કે સભ્યપદ માટે લોકસંપર્ક શરુ કરી દીધા હતા.

દરમ્યાન સોમવારે ચુંટણી પંચે સત્તાવાર કાર્યક્રમ જાહેર કરતા બંને જીલ્લામાં રાજકીય સળવળાટ શરુ થયો છે. જેમાં ચુંટણીનુ જાહેરનામુ આગામી તા. 5મી ડિસેમ્બરે શરુ થઇને ઉમેદવારીપત્રો તા 10 સુધી રજૂ કરી શકાશે.અને તા. 12મીએ ફોર્મ ચકાસણી અને તા.14મીએ પરત ખેંચવાની મુદત અપાઇ છે.અને આગામી તા. 27મીના રોજ સવારે 8થી સાંજના 5 કલાક સુધી મતદાન અને તા. 29મીએ મતગણતરી હાથ ધરાશે.પંચમહાલમાં ગોધરામાં 72, કાલોલમાં 44, હાલોલમાં 66, ઘોઘંબામાં 69, જાબુંઘોડામાં 19, મોરવામાં 41, શહેરામાં 62 મળીને 373 છે. તેવી રીતે મહિસાગર જીલ્લામાં પણ 252 જેટલી પંચાયતોની એક સાથે ચુંટણી યોજવા સ્થાનિક વહિવટી ત઼ત્ર કામમાં પરોવાયુ છે.

ગત બે માસ પૂર્વે મતદારયાદી ચકાસણી બાદ યાદીને અંતિમરુપ અપાયુ છે.ત્યારે મતદારોની પણ સંખ્યા ત્યારે પ્રસિધધિ બાદ જાણવા મળશે.હાલમાં કેટલા વોર્ડ માટે ચૂટણી થશે તેની ગણતરી કરવામાં આવનાર છે. જ્યારે હાલમાં રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમ પણ અંતિમ્ પડાવામાં છે.ત્યારે આજથી આદર્શ આચાર સંહીતા લાગુ પડતા રાજકીય નેતાઓ કાર્યક્રમમાં ફરકી નહી શકે પરંતુ તંત્રના સ્ટાફગણ થકી આવા કાર્યક્રમ યોજાય તેમ જાણવા મળે છે. જોકે મશીન કે મતદાનપેટી મારફતે મત આપવાનુ નક્કી આગામી સમયમાં ચુંટણી પંચ કરશે.

જોકે હાલમાં રૂપિયા 500 અને 1000ની નોટબંધીની અસર આગામી ચૂંટણીના પ્રચારને અસર કરશે તેવી ગણતરીઓ પણ મંડાઇ રહી છે.

આચાર સંહિતનો અમલ શરુ થયો

ગ્રામ્ય વિસ્તારમાં રાજકીય ગરમાવો

અન્ય સમાચારો પણ છે...