મોરવા(હ)ના ભંડોઇ ગામે થયેલ 5.54 લૂંટનો ભેદ ઉકેલ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરવા(હ) ભંડોઇ ગામે ચાંદલાવીધીના 5.54 લાખ રૂપિયા ભરેલી બેગની ચોરીની ફરીયાદ નોધાયાના સાત દિવસમાં ગોધરા એલસીબી પોલીસે લુંટમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડીને 1 લાખ રૂપિયા સાથે 3 મોબાઇલ કબજે કર્યા હતા.. લુંટમાં સંડોવાયેલા બીજા અન્ય આરોપીઓની ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરેલ છે.

એલસીબી પીઆઇ ડી.એન.ચુડાસમાને બાતમી મળેલ કે આજથી સાતેક દિવસ ઉપર મોરવાના ભંડોઇ ગામે ચાંદલાવિધીના રૂપિયાની લુટ થયેલી હતી. જે લુટમાં સંડોવાયેલા બન્ને ઇસમો હાલમાં ગોધરા બસ સ્ટેન્ડમાં બેસી રહયા છે. તેવી બાતમી આધારે એલસીબી પોસઇ. કે.કે. ડીંડોર તથા સ્ટાફે ગોધરા બસસ્ટેન્ડમાંથી નાનસિંગભાઇ કાનીયાભાઇ મીનામા રહે.સામલાકુંડ તા.જી.ઝાબુઆ મધ્યપ્રદેશ તથા ગવલાભાઇ કલસીંગભાઇ મીનામા રહે.પીપલાવ તા.જી.ઝાબુઆ મધ્યપ્રદેશને ઝડપી પાડયા હતા. બન્ને ઇસમોની પુછપરછ કરતા મોરવા (હ)ના ભંડોઇ ગામે રહેતા રમણભાઇ ભાવસિંગભાઇ મકવાણા તથા ઉપરોક્ત બન્ને પકડાયેલા ઇસમો નાઓ રાજકોટ નજીકના સજનપર ગામે વાડીઓમાં ખેત મજુરી કરતા હોવાથી ઓળખાણ થયેલી અને રમણભાઇ મકવાણાએ લુંટની ટીપ પકડાયેલા બન્ને ઇસમો આપીને હતી જેથી લુટ કરવાનો અગાઉથી કાવતરૂ ઘડયું હતું. ...અનુસંધાન પાના નં.2

પોતાના સગાને લુંટવા ટીપ આપી હતી
ભંડોઇ ગામે મારા કાકાના છોકરાએ તા.૧૮/૦૨/૨૦૧૮ ના રોજ ચાંદલા લેવાનો પ્રસંગ રાખેલ છે. અને આ ચાંદલાના પ્રસંગમાં લાખો રૂપિયાનો ચાંદલો થવાનો છે જેથી આપણે પૈસાની ખાસ જરૂરી હોવાથી આ ચાંદલાના પૈસાની લુટ કરીશુ તો ઘણી મોટી રકમ મળી શકે તેમ છે તેવું ટ્રીપ રમણભાઇ મકવાણાએ પકડાયેલા બન્ને આરોપીને આપીને પોતાના સગાને લુટવાનું કાવત્રરું ધડયું હતું.