તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • વીજ તંત્રે ખોટો કેસ કરતાં ખાવાનું છોડનાર શખ્સનું મોત થયાનો આક્ષેપ

વીજ તંત્રે ખોટો કેસ કરતાં ખાવાનું છોડનાર શખ્સનું મોત થયાનો આક્ષેપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંતરામપુરનાગોઠીબડા ગામે વીજ તંત્રની બેદરકારીના કારણે નિર્દોષ માણસ પર કેસ ફટકારતા સદમો લાગવાથી મૃત્યુ થયુ હોવાનો બનાવ બન્યો છે. જોકે અંગે તંત્ર ધ્યાન રાખીને યોગ્ય રીતે તપાસ થાય તે આવશ્યક છે.

સંતરામપુર તાલુકાના ગોઠીબડા ગામે રહેતા લાખાભાઇ રૂમાલભાઇ બારીયા જે પોતાના મકાન સિવાય કોઇપણ વસ્તુ નથી. જયારે તેમના ભાઇ લક્ષ્મણભાઇ બારીયા જે મોટર ચલાવે છે. અને ડાયરેક બારોબાર લંગર નાંખીને વિજ ચોરી કરી હતી.

વીજ તંત્ર દ્વારા રેડ કરતા લક્ષ્મણભાઇના બદલે લાખાભાઇના ઘરે ખોટો નંબર પાડીને ખોટો કેસ બેસાડી ગયેલ છે. બાબતની તલાટી કમ મંત્રીએ પંચનામુ પણ કરેલ છે. બોર બારીયા લખાભાઇ રૂમાલભાઇના 56 નંબર સર્વે 57/153/,54/2 અને જમીનમાં સર્વે નંબર 57/1 બારીયા રાયસીંગ રૂમાલભાઇ તથા લક્ષ્મણભાઇ રૂમાલભાઇને ભાગ વહેંચેલો હતો.

લાખાભાઇને સર્વે નંબરમાં બોર આવતો નથી અને આજ સુધીમાં તેમને બોર મળેલ નથી. બાબતની જાણ તેમને વડોદરા ઓફીસ અને ગોધરા ઓફીસે પણ કરેલ છે. આવો ખોટો કેસ થતા લાખાભાઇને સદમો લાગવાથી મૃત્યુ પામેલા છે. તેમનો પુત્ર પ્રકાશ ન્યાય માટે ઠેરઠેર ઓફીસોના દરવાજા ખખાડવે છે. પણ ગરીબ વ્યકિતને વીજ તંત્રની ભુલના કારણે આજે ખોટી રીતે નિર્દોશ માણસ પર કોર્ટ દ્વારા કેસ દાખલ કરવામાં આવેલ છે. તંત્ર બાબતનું ધ્યાન રાખીને યોગ્ય રીતે તપાસ થાય તે ગરીબ માણસને ન્યાય મળે તે આવશ્યક છે.

વીજ તંત્રના કારણે સદમો લાગવાથી મોત થયુ હોવાના આક્ષેપના પગલે તાલુકામા઼ પણ વીજી તંત્રની કામગીરી સામે રોષ ભભુકી ઉઠ્યો છે.

સંતરામપુર તાલુકાના ગોઠીબડા ગામે બનેલો બનાવ

ખોટો કેસ થતા લાખાભાઇને સદમો લાગવાથી મૃત્યુ

કોર્ટ નિર્ણય લેશે

^એકવારફરીયાદ અને કોર્ટમાં કેશ દાખલ થઇ ગયો છે. પુરાવા રજુ કરે છે. કોર્ટ નિર્ણય લેશે.>કે.જી.સંગાડા, ના.ઇ.એમજીવીસીએલ

બેત્રણવાર નોટીસ આપી

^ખોટોકેશ કરેલ છે. અને બે ત્રણવાર નોટીસ આપીને 70 થી 80 હજાર ભરવા કહેલા વાતને મગજમાં લેતા ખાવાનુ છોડી દીધુ અને અવસાન થયુ છે. >પ્રકાશ બારીયા,મૃતકનોપુત્ર

અન્ય સમાચારો પણ છે...