ગોધરા ખાતે બીએસ-3 મોડેલના 230 વાહનોનું વેચાણ થયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદમાં ગુરુવારે ‌‌BS-3 કેટેગરીના દ્વિચક્રી વાહનોનું જબરજસ્ત વેચાણ

1લી એપ્રિલ 2017થી ઓટો નિર્માતા કંપનીઓ બીએસ-3 કેટેગરીની એટલે કે એન્જીનવાળી ગાડીઓ વેચી નહી શકે. કોર્ટે દેશભરમાં આવી ગાડીઓ વેચવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે. ત્યારે તેની અસર દાહોદ શહેરમાં પણ જોવા મળી હતી.

પ્રતિબંધ આડે હવે માત્ર બે દિવસ રહ્યા છે ત્યારે શહેરમાં વિવિધ કંપનીના શો રૂમમાં બીએસ-3 વાહનોનો સ્ટોક પણ પડ્યો છે. ત્યારે વાહનો કાઢવા માટે એક મોટર સાઇકલ ઉપર 10 હજાર કે તેથી વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવતાં ગુરુવારે શહેરમાં દ્વિચક્રીવાહનોનું મોટાપાયે વેચાણ જોવા મળ્યું હતું. એક શો રૂમ ઉપર તો સ્ટોક પૂર્ણ થઇ જતાં બે મોટર સાઇકલ બચી હતી. મોટર સાઇકલ સાથે મોપેડનું પણ ગુરુવારે સારૂ એવું વેચાણ થયું હતું. જોકે, શહેરમાં ગુરુવારે કેટલાં વાહનો વેચાયા તેનો આંકડો મળી શક્યો નથી.

શહેરમાં હજી કેટલાંક શો રૂમ ઉપર બીએસ-3 કેટેગરીની મોટર સાઇકલ અને મોપેડનો સ્ટોક હયાત હોવાથી 30 અને 31મી તારીખે તેનું પણ વેચાણ થઇ જશે તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, એક શોરૂમ ઉપર તો એટલો મોટો સ્ટોક છે કે તેનું પૂરેપૂરુ વેચાણ થવાનું અશક્ય લાગી રહ્યું છે. બીજી તરફ ફોરવ્હીલમાં તેની કોઇ ઇમ્પેક્ટ નથી જોવા મળી રહી. ફોરવ્હીલના શો રૂમોમાં ગુરુવારે કોઇ સેલ જોવા મળ્યો હતો. જોકે, ફોરવ્હીલમાં પણ ડિસ્કાઉન્ટ મળશે તો અંતિમ બે દિવસમાં તેમનો પણ સેલ વધશે તેવું જોવા મળી રહ્યું છે.

1 એપ્રીલથી પ્રતિબંધ મુકાતા ધસારો

અન્ય સમાચારો પણ છે...