• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • 10 દિવસ બાદ ગોધરામાં વરસાદી ઝાપટાથી ઉકળાટ વચ્ચે ઠંડક પ્રસરી

10 દિવસ બાદ ગોધરામાં વરસાદી ઝાપટાથી ઉકળાટ વચ્ચે ઠંડક પ્રસરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાસહિતના પંચમહાલ જીલ્લામા છેલ્લા દસ દિવસથી વરસાદ વરસ્યો નથી અગાઉ સતત અઠવાડિયા સુધી વરસાદે ધમધમાટી બોલાવતા ઠેરઠેર કાદવ કિચ્ચડનુ સામાગ્રાજય સર્જાઇને ઋતુજન્ય રોગચાળાની ભિતિ સેવાઇ રહી હતી અને પ્રજા પણ પ્રાર્થી રહ્યા હતા કે જલ્દી વિરામ લેતો સારુ પરંતુ દસ દિવસથી વરસાદે વિરામ પાળતા સવારથી સૂર્યનારાયણના પ્રકોપથી ગરમીએ દિનભર પ્રજાની મુશ્કેલી વધારી દીધી હતી જેના કારણે પંખાની જરુરિયાત વર્તાઇ હતી પરંતુ વરસાદના વિરામને લઇને કાદવ કિચ્ચડ પણ ગાયબ થતાં પરેશાનીમાંથી મુશ્કલી મળી હતી ત્યારે શુક્રવારની સવારે અચાનક જોરદાર વરસાદી ઝાપટુ પડતા દિવસથી ગરમી અને ઉકળાટથી રાહત પહોચી હતી જોકે જીલ્લાના કેટલાક સ્થળોએ પાછળથી વરસાદ થતા વાવેતર લેટ કર્યુ હતુ ત્યારે સતત તાપના લીધે ડાંગરના પાકને પાણીની જરુરિયાત ઉભી થઇ છે.

સૂર્યનારાયણની ગરમીએ પ્રજાની મુશ્કેલી વધારી દીધી હતી

લેટ વાવેતર કરેલા વાવેતરને પાણીની આવશ્કતા વધી

અન્ય સમાચારો પણ છે...