તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોધરાના વેપારીઓ આક્રમક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
9 મહિનાથી ચાલતી ગટરની કામગીરી બે દિવસમાં પૂર્ણ કરાય તો રસ્તો બંધ કરાશે

ગોધરાશહેરના ટ્રાફિકથી ભરચક એવા શહેરા ભાગોળ વિસ્તારમાં છેલ્લા 9 માસથી વધુ સમયથી ભુગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે. કામગીરી અંતિમ તબક્કાની સાથે સાથે રોડ બનાવવામાં નહિ આવતા 50 થી વધુ દુકાદારો તથા રહીશોને પરેશાની ભોગવવી પડી રહી છે. જો બે દિવસમાં કામગીરી પુર્ણ કરવામાં નહી આવે તો રસ્તો બંધ કરવાની ચિમકી ઉચ્ચારી છે.

ગોધરા શહેરના શહેરા ભાગોળ વિસ્તારમાં છેલ્લા નવ માસથી વધુ સમયથી ભુગર્ભ ગટર યોજનાની કામગીરી ચાલી રહી છે. જેના કારણે તેઓની પરિસ્થિતી વધુ ખરાબ છે. અહીં આવેલા દુકાનદારોને તો ભારે વિપદા ભોગવવી પડે છે. ઉપરાંત તેઓના કિંમતી માલ સામાનને પણ નુકશાન પહોંચે છે. રસ્તા ઉપર ઉડતી ઘુળની ડમરીઓને કારણે વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેના કારણે વેપારીઓ મોઢા ઉપર રૂમાલ બાંધીને વેપાર કરતા દેખાઇ રહ્યા છે. બીજી તરફ ગંભીર સમસ્યાના કારણે વિસ્તારમાં આવેલા દુકાનદારો પૈકીના ચમનભાઇ હેમરાજાણી, ચંદ્રકાંતભાઇ હુંદલાણી, અશ્વિનભાઇ મિસ્રી, હિતેશભાઇ કેવલાણી, ઇશ્વરલાલ દાસવાણી, શિશન મંજાણી, ગીરીશભાઇ ભાગવાણી, જીતેન્દ્ર રાજાઇ, રાજેશ હેમરાજાણી, પ્રશાંતભાઇ મિસ્રી સહિત 50 થી વધુ દુકાદારો, વેપારીઓ, રસ્તા ઉપરથી પસાર થતા રાહદારીઓ તથા વાહન ચાલકોને ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. જેથી સબંધીત તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે સમસ્યાનું નિરાકરણ આવે તે જરૂરી છે. જો ટુંક સમયમાં રસ્તા ઉપરની કામગીરી પુર્ણ નહી કરવામાં આવે તો સોમવારથી રસ્તો બંધ કરી વિરોધ કરવામાં આવશે તેવી ચિમકી ઉપસ્થિત દુકાદારો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. નોંધનીય છેકે, કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી નહી કરવામાં આવતા સમસ્યા પડી રહી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

કપચી નાંખી રોડ લેવલ કરાશે

^ગોધરાનાશહેરા ભાગોળ વિસ્તારમાં હાલમાં કામગીરી અંતિમ તબક્કામા ચાલી રહી છે. વિસ્તારમાં કપચી નાંખી રોડ લેવલ કરાશે. બાદ તેનું લેવલીંગ કર્યા બાદ કાર્પેટીંગ કરાશે. એક ચોમાસુ ગયા બાદ પાકો રસ્તો બનાવવામાં આવશે. >નીતીનભાઇ બોડાત,સીઓ,પાિલકા, ગોધરા

પથ્થર ઉડીને વાગવાના બનાવ થયા છે

^રસ્તાપર ઉડતી ધુળની ડમરીઓને કારણે વેપારીઓને ભારે મુશ્કેલી પડે છે. મોઢા પર રૂમાલ બાંધવો પડે છે. તેમજ યોગ્ય પુરાણ કરાતાં પથ્થર ઉડીને વાગવાના પણ બનાવ બન્યા છે. >હિતેશકુમાર કેવલાણી,દુકાનદાર

માલ સામાનને નુકસાન પહોંચે છે

^મંથરગતિએચાલતી કામગીરીથી ભારે વિપદા ભોગવવી પડે છે. ધુળની ડમરીઓ દુકાનમાં ઉડવાથી કિંમતી માલ સામાનને પણ નુકશાન થાય છે. કામગીરી જલદી પુર્ણ કરાય તે જરૂરી છે.>રાજુભાઇ કોટવાણી,દુકાનદાર

ચાલકો પડવાના બનાવ નોંધાય છે

^નવમાસ ઉપરાંતથી મંથરગતીએ કામગીરી ચાલી રહી છે. વ્યવસ્થિત પુરાણ નહી થતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ બરાબર પુરાણ કરવામાં આવતુ હોવાથી વાહન ચાલકો પડી જવાના પણ બનાવ નોંધાય છે.>અશ્વિનભાઇ મિસ્ત્રી,દુકાનદાર

વહેલી તકે પુરાણ કરાય તે જરૂરી

^આવિસ્તારમાં છેલ્લા 9 માસથી વધુ સમયથી કામગીરી ચાલી રહી છે. ઉબડખાબડ માર્ગના કારણે કેટલીક વખત વાહન ચાલકો પડી ગયા છે. તેમજ પત્થર પણ ઉડીને દુકાનમાં આવતા ભારે નુકશાન થઇ રહ્યુ છે. આમ વહેલામાં વહેલી તકે પુરી કરાવે તે જરૂરી બન્યુ છે.>ચંદ્રકાંત હુંદવાણી,દુકાનદાર

સ્વાસ્થ્યને પણ તકલીફ પડે છે

^શહેરાભાગોળના કોન્ટ્રાક્ટરને અનેક વખત રજુઆત કરવા છતા પણ કામગીરી પુર્ણ કરવામાં આવી નથી. આવા રસ્તાને કારણે ઉડતી ધુળની ડમરીઓથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેનાણી સ્વાસ્થ્યને પણ તકલીફ પડી રહી છે.>ઇશ્વરલાલ દાસવાણી,દુકાનદાર

રસ્તો બંધ કરી ચક્કાજામ કરીશું

^ભુગર્ભગટર યોજનાની કામગીરીથી રહીશો તથા દુકાનદારોને પણ ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. માર્ગ ઉપર ધુળની ડમરીઓ તથા ખાડાનને કારણે દુકાનદારો પણ પરેશાની વેઠી રહ્યા છે. વહેલી તકે પરેશાનનો અંત નહી આવે તો રસ્તો બંધ કરી ચક્કાજામ કરીશું.>ચમનભાઇ હેમરાજાણી,દુકાનદાર

ટ્રાફિકથી ભરચક એવા શહેરા ભાગોળ વિસ્તારમાં અંતિમ તબક્કાની સાથે રોડ બનાવવામાં આવતાં રાહદારીઓને હાલાકી

ગોધરાના શહેરા ભાગોળ વિસ્તારમાં રસ્તાની અધૂરી કામગીરીથી દુકાનદારોને પરેશાની ભોગવવી પડે છે તેમજ ટુંક સમયમાં કામ પૂર્ણ નહી થાય તો રસ્તો બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. } હેમંતસુથાર

અન્ય સમાચારો પણ છે...