અસર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરામાં પાણી ઓસરતાં ગંદકીનું સામ્રાજ્ય
ગોધરામાંબુધવારના રોજ વરસાદે વિરામ લેવાની સાથે સાથે શહેરની સોસાયટીમાં પાણી ઓસરવાના શરૂ થયા છે. આડેધડ ખોદાયેલા ગટર લાઇનના ખાડાથી ઠેર ઠેર ગંદકીનુ સામ્રાજ્ય ફેલાયુ છે. સોસાયટીના આસપાસના ખુલ્લા પ્લોટ તથા રસ્તા ઉપર ભરાયેલા પાણીથી રહીશોને પસાર થવામાં ભારે તકલીફ પહોચી હતી.
ગત રવિવારથી વરસાદે ગોધરા ઉપર ભારે મહેર કરતા શહેરની સોસાયટીઓમાં ઠેરઠેર પાણીનો ભરાવો શરૂ થઇ ગયો હતો. જે બુધવારની બપોરના સમય સુંધી છુટોછવાયો વરસતો રહ્યો હતો. જોકે બપોર બાદ વરસાદે વિરામ લેતા શહેરીજનોએ હાશકારો અનુભવ્યો હતો. ખાસ કરીને પ્રભાકુંજ સોસાયટી, બામરોલી રોડ, ભૂરાવાવ, બસસ્ટેન્ડ, પાવર હાઉસ જેવા નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાઇ ગયા હતા. જોકે બપોરના સમયે વાતાવરણમાં ઉધાડ નિકળ્યો હતો. બીજી તરફ ધીરેધીરે પાણી ઓસરતા જતાં પુન: આવનજાવન શરુ થઇ હતી. જોકે યોગેશ્વર સોસાયટી, વિનાયકનગર, હરિકૃપા, ઝુલેલાલ સોસાયટી, પ્રભાકુંજ, આનંદનગર, ગણેશનગર તેવી રીતે લુણાવાડા રોડ ઉપરની એફ.સીફ.આઇ તથા ખાડી ફળીયા તથા ગોન્દરા,પોલન બજાર,સીગ્નલ ફળીયા, મેદા ફળીયા, સાહપુલ, ગુહ્યા મહોલ્લાના નીચાણવાળ રહેણાંક વિ્સ્તારમાં ધીરે ધીરે પાણી ઉતરવાનું શરૂ થયુ છે. કલાકોની જહેમત બાદ પાણી ઉતરતાં લોકોએ રાહત મેળવી હતી.પણ કાદવ કિચ્ચડ સર્જાતાં તથા ઠેરઠેર પાઇપલાઇનના ખોદાયેલા ખાડમાં વ્યવસ્થિત માટી પૂરાણ નહી કરતાં ઠેરઠેર ભૂવા પડયા હતા.
નોંધનીય છેકે, સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે અપૂરતી વ્યવસ્થાથી એકત્રિક થતાં સોસાયટીમાં કેડ સમા પાણી ભરીને જળબંબાકાર બનતાં અવરજવર બંધ થતાં મુશ્કેલી પડી હતી. જોકે બુધવારના રોજ વરસાદે વિરામ લેતા પાણી ઓસરવાનું શરૂ થયુ છે. પરંતુ કેટલીક સોસાયટીના રોડ ઉપર પાણીના નિકાલના અભાવે હજુ પણ પાણી ભરાયેલા જોવા મળે છે. જેમાં બાળકો છબછબીયા કરતા નજરે પડે છે.
બપોરના સમયે વાતાવરણમાં ઉધાડ નીકળ્યો : રહેણાંક વિસ્તારમાં ધીરે ધીરે પાણી ઉતરવાનું શરૂ થયંુ
ગોધરાના લુણાવાડા રોડ પર આવેલ ઝુલેલાલ સોસાયટીનાં રસ્તા પરથી ઓસરી રહેલાં પાણી. / હેમંતસુથાર