• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • અસર | એક માસમાં હોલસેલમાં પ્રતિકિલોએ જીએસટી સાથે 50 ટકા વધારો થતા ગુહિણીઓના બજેટ ખોરવાતા નારાજગી

અસર | એક માસમાં હોલસેલમાં પ્રતિકિલોએ જીએસટી સાથે 50 ટકા વધારો થતા ગુહિણીઓના બજેટ ખોરવાતા નારાજગી અનુભવી રહ્યા છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાલુસાલે ચોમાસુ ભરપૂર રહેતા ખરીફ પાકને લાભદાયી પુરવાર થયુ છે. તેની સામે અન્ય જીલ્લામાથી આવતા શાકભાજીને નુક્શાન પહોચતા ગોધરામા છેલ્લા એક માસમાં હોલસેલમાં પ્રતિકિલોએ જીએસટી સાથે 50 ટકા વધારો થતા ગુહિણીઓના બજેટ ખોરવાતા નારાજગી અનુભવી રહ્યા છે.

છેલ્લા બે માસથી પંચમહાલ જીલ્લામાં વરસાદની મૌસમ જામી ચૂકી છે. અને સમાતરે ક્યારેક ભારે તો મધ્યમ ધારનો વરસાદની આવનજાવન થઇ રહીછે. જેના કારણે ડાંગર તથા અન્ય પાકને ફાયદારુપ સાબિત થઇ રહયો છે. તેની સામે જીલ્લામા જુદાજુદા 4564 હે. વાવેતર શાકભાજીને સતત વરસાદને લઇને ગોધરાની આસપાસ આવેલા નદિસર, કાંકણપુર, સાંપા તથા અન્ય તાલુકાના ગ્રામ્ય વિસ્તારમા ક્હોવાણ લાગવાની સાથે ફૂલ ગળી જતા એકંદરે નુ્કસાની ભોગવવાનો વારો આવ્યો છે.

તેની અસરરુપે ગોધરામાં સ્થાનિક ખેતરોમાથી પાક નહી મળતા હાલ વડોદરા, નડિયાદ, નાસિક તથા અમદાવાદથી જુદી જુદી શાકભાજી આવી રહી છે. માત્ર એક માસમા હોલસેલમાં મળતી શાકભાજીના 50 ટકા જેટલો વધારો થઇ જતા છુટક બજારમાં મનફાવે કિંમતે વેચાણ થઇ રહ્યો છે.

પાછળ ભારે વરસાદ અને તાજેતરમાં લાગુ પડેલા જીએસટી કાયદાના વાહનવ્યવહારમા સર્વિસ ટેક્ષ જવાબદાર ગણવામાં આવે છે. ગોધરા શહેરમા આવે આસમાને પહોચેલા શાકભાજીના ભાવને લઇને ગુહિણો પણ નારાજગી અનુભવી રહી છે.

તેઓના બજેટ ખોરવાતા થાળીની વાનગીમા કરકસર કરવાનો વારો આવ્યો હતો હાલમાં મનસ્વીપણે છુટક વેપારીઓ દ્રારા શાકભાજી વેચાણ કરતા હોવાની મહિલાઓમાં બૂમ ઉઠી છે. શાકભાજીને નુક્શાન પહોચતા ગોધરામા છેલ્લા એક માસમાં હોલસેલમાં પ્રતિકિલોએ જીએસટી સાથે 50 ટકા વધારો થતા ગુહિણીઓના બજેટ ખોરવાતા નારાજગી અનુભવી રહ્યા છે.

નવુ ઉત્પાદન આવતા ભાવ ઘટવાની આશા છે

^હાલમાંવરસાદમાં શાકભાજી ધોવાણ થઇને નુક્સાન પહોચ્યુ છે સ્થાનિકકક્ષાએથી કોઇ માલ આવતો નથી પણ બહારગામથી આવતા ઉત્પાદન ઓછુ હોવાથી ભાવ વધી ગયા છે. પણ હવે નવુ ઉત્પાદન આવતા ભાવ ઘટવાની આશા છે >ઉમેશ પટેલ,હોલસેલવેપારી

ભાવઆસમાને પહોચતા ખરીદી શક્તિ ઘટી

^ખરેખરચોમાસામા શાકભાજીનુ ભાવેતર વધુ હોય છે. તેમ છતા બે માસથી ભાવ આસમાને પહોચતા ખરીદી શક્તિ ઘટી છે. ને શાકભાજીના બદલે અન્ય રસોઇ કરવી પડે છે. ત્યારે વહેલીતકે ભાવ ઘટે તો મનપસંદ શાક ખાઇ શકીએ >સુમનબેન હઠીલા,ગદુકપુર,ગુહિણી

સતત વરસાદથી શાકભાજીને નુકસાન : ભાવ આસમાને

અન્ય સમાચારો પણ છે...