• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ચાડીયાના મેળામાં યુવાનોએ માર ખાતા જઇ આંબેથી પોટલી ઉતારી

ચાડીયાના મેળામાં યુવાનોએ માર ખાતા જઇ આંબેથી પોટલી ઉતારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલમાં તિલક હોળીની ઉજવણી

મેળામાં મોજ સાથે રંગ પર્વ ધામધુમથી ઉજવાયો

દાહોદજિલ્લામાં પાછલા કેટલાંક દિવસથી હોળી-ધુળેટીની રંગત જોવા મળી હતી. રવીવારે હોલિકા દહન બાદ શહેર સહિત જિલ્લાની પ્રજાએ ધુળેટીની ધુમધામથી ઉજવણી કરી હતી. ધુળેટીના દિવસે આખા જિલ્લાના વિવિધ ગામોમાં 23 મેળા ભરાયા હતાં. ગ્રામ્ય વિસ્તારની પ્રજાએ મેળામાં જઇને પર્વની મજા માણી હતી.

મોજ ઉપરાંત ધાર્મિક આસ્થા સાથે ભરાતાં મેળાઓમાં શ્રદ્ધાળુઓએ પોતાની માનતા- આખડીઓ પણ પૂર્ણ કરી હતી. ધુળેટીના દિવસે દાહોદ શહેર સાથે જિલ્લાના રણીયાર, કાળીગામ, નાના આંબળિયા, નગરાળા, રોઝમ, રાણાપુર, સોચાલા, રાછરડા, ખંગેલા, લીલર, ચેનપુર, પાંચિયાસાળ, આંકલી, વાંદર, મોટી ખજુરી, નાની ખજુરી, ઉધાવળા, ઝાબીયા, બામરોલી, ઝાબ, કૂવા, ભુવાલ, રામા, પીપેરો, નળુ, ડુંગરપુર ગામમાં ચૂલ અને ચાળિયાના મેળા ભરાયા હતાં.

જ્યારે મંગળવારે પણ ટીમરવા,રાણીપુર, મોટી બાંડીબાર, દુધિયા, કુણાધા, રઇ, બાર, ભુતપગલાં અને ધાનપુરમાં ચૂલ-ચાળિયાના મેળા ભરાયા હતાં. મેળાઓમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં.

ધાનપુરમાં ચાડિયાનામેળામાં આંબાના વૃક્ષ ઉપર બાંધેલી પોટલી ખોલતો યુવ. આંબા ઉપર પોટલી ખોલવા માટે ચઢનાર યુવકને આંબા ફરતે ગીતો ગાતી યુવતિઓ શેરડીના સાઠાથી માર મારે છે. તસવીરનરવતસિંહ પટેલિયા

સોમવારે 23 જ્યારે મંગળવારે 7 મેળા ભરાયાં : મેળાના આનંદ સાથે માનતાઓ પણ પૂર્ણ કરાઇ

ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે હોળીકા દહનના બીજા દિવસે ચૂલનો મેળો ભરાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ગાંગરડી ખાતે માનવ મહેરામણ ઉમટ્યું હતું. જયારે બીજી તસવીરમાં હોળી- ધુળેટી પર્વે આદિવાસી શ્રધ્ધાળુઓ પોતાની માનતા પુરી કરવા રણીયારના ચૂલના મેળામાં સળગતા અંગારા પર ચાલ્યા હતા. તસવીરવિપુલ જોષી, સરફારઝ ગુડાલા

શહેરી વિસ્તારોમાં વહેલી સવારથી નાના ભુલકાંઓથી માંડીને મોટેરાઓએ રંગ છાંટીને ધુળેટી પર્વ મનાવ્યો

અન્ય સમાચારો પણ છે...