ગોધરા પોલીસ હેડ કવાર્ટસના મેદાનમાં પાસીંગ આઉટ પરેડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાપોલીસ હેડ કવાર્ટસના મેદાનમાં પાસીંગ આઉટ પરેડ યોજાઇ હતી. જેમાં 5 જીલ્લામાંથી 118 જેટલા હથીયારી લોકરક્ષક તાલીમાર્થીઓ તાલીમ લઇ રહયા હતા. તેઓની પાયાની તાલીમ સમય પૂર્ણ થતા પાસીંગ આઉટ પરેડ રાખવામાં આવી હતી.

પંચમહાલ જીલ્લા પોલીસ હેડ કવાર્ટસ ખાતે તા.1 માર્ચથી છોટાઉદેપુર, ભરૂચ, મહીસાગર, દાહોદ, વડોદરા ગ્રામ્ય જીલ્લાઓના કુલ 118 હથીયારી લોકરક્ષક તાલીમાર્થીઓ તાલીમ લઇ રહયા હતા. તેઓની પાયાની તાલીમ સમય પૂર્ણ થતા તા.25 નવેમ્બર શુક્રવારે દીક્ષાંત સમારોહ (પાસીંગ આઉટ પરેડ) પોલીસ હેડ કવાર્ટસ ગોધરામાં રાખવામાં આવી હતી. જેમાં જીલ્લા કલેકટર પી.ભારથી, ડીડીઓ વિજયસિંહ વાઘેલા, પ્રા.શિ.અધિકારી અર્ચના ચૌધરી, પિયુષ ગાંધી, પીઆઇ આર.એમ.રાઠોડ અને જીલ્લાના પોલીસ અધિકારીઓ હાજર રહયા હતા. કાર્યક્રમની શરુઆત જનરલસ્લુટ, માર્ચ પરેડ યોજવામાં આવી હતી.

તાલીમાર્થીઓને પોલીસ અધિક્ષક આર.વી.અસારી દ્વારા પોલીસ ફરજો અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. તેમજ આઉટડોર, ઇન્ડોર, ફાયરીંગ ઓલ રાઉન્ડરમાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમે આવેલ તાલીમાર્થીઓને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બાદમાં કલેકટર, ડીડીઓ, એસપી, નાયબ પોલીસ અધિક્ષક ગોધરાએ પ્રસંગને અનુરૂપ ઉદ્દબોધન કર્યુ હતુ. સમાજની સુરક્ષા અને પોલીસની જવાબદારી તેમજ પોતાની ફરજમાં કર્મનિષ્ઠ બનવા માટે તમામ તાલીમાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો. જેમાં કુલ 118 તાલીમાર્થીઓ પોતાની તાલીમ પૂર્ણ કરી પોતાની નિમણુંકવાળા જીલ્લામાં ફરજ બજાવવા જણાવવામાં આવ્યુ હતુ.

ગોધરા પોલીસ હેડ કવાર્ટસના મેદાનમાં પાસીંગ આઉટ પરેડ યોજાઇ હતી. તસવીરહેમંત સુથાર

તાલીમ પૂર્ણ કરી નિમણુંક કરાશે : ફરજ બજાવવા જશે

118 હથીયારી લોકરક્ષક તાલીમાર્થીઓની તાલીમ

અન્ય સમાચારો પણ છે...