તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાવાગઢમાં મુખ્યમંત્રીના આગમનને લઇને તૈયારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રીવિજય રૂપાણી આગામી તા.27 નવેમ્બરના રોજ પાવાગઢ આવી રહયા છે. ત્યારે જીલ્લા વહીવટી તંત્રએ વડાતળાવ પાસે એક કાયમી હેલીપેડ બનાવાવની કવાયત હાથ ધરી છે. જે વર્લ્ડ હેરિટેઝ સમાવિષ્ટ ચાંપાનેરના વિકાસમાં ચાર ચાંદ લગાવી દેશે.

પાવાગઢ ડુંગર પર ચાલતા બુઢીયા દરવાજા પાસે પગપાળા યાત્રાળુઓને મફત ભોજન, ચા, નાસ્તાનો વિસામો ચાલે છે. ત્યાં વ્યસનમુકિત રથને મુખ્યમંત્રી રૂપાલી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. તા.27 નવેમ્બરના રોજ મુખ્યમંત્રી જીલ્લામાં અલગ અલગ જગ્યાએ કાર્યક્રમોમાં હાજર રહેવાના છે. જેમાં ગોધરા ખાતે વિજ્ઞાન મેળાનું ઉદ્દઘાટન, પાવાગઢથી વ્યસન મુકિત રથને લીલી ઝંડી, રાજયકક્ષાના કલા ઉત્સવનું ઉદ્દઘાટન, રાજય કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં 425 જેટલી કૃતિઓ રજુ થશે. તા.27 થી 30 નવેમ્બર દરમ્યાન રાજયભરમાંથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહેનાર છે.

તા. 27ના રોજ પાવાગઢ આવશે

અન્ય સમાચારો પણ છે...