તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • પંચમહાલ જિ. પ.ની સભામા 38 સભ્યોએ એક પણ પ્રશ્ર પૂછ્યો

પંચમહાલ જિ. પ.ની સભામા 38 સભ્યોએ એક પણ પ્રશ્ર પૂછ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલજીલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામા ચૂંટાયેલા 38 જેટલા સભ્યો પૈકી એક જણે પણે પ્રશ્રો પૂછતા આશ્વર્ય વ્યાપ્યુ હતુ. એક કલાકની રખાયેલી પ્રશ્રોતરી કાળમાં વિકાસના મુદે ઉદાસીતા બનેલા સભ્યોએ છેવટે અધિકારીઓ સમક્ષ મૌન ધારણ કરવુ પડ્યુ હતુ.જ્યારે ચુંટણી પંચની સૂચનના લીધે જો ડિસેમ્બરમાં મુદત પૂર્ણ થવાપાત્ર હોય તો ચાર ગ્રામ પંચાયતની વિભાજનનો મુદો ઘોંચમાં પડ્યો હતો.

કોઇ હોબાળો મચે તે માટે ભાજપાની સંકલન સભામાં અપાયેલા માર્ગદર્શન બાદ પંચમહાલ જીલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ કેતુબેન દેસાઇ તથા ડીડીઓ વિજયસિંહ વાઘેલાના આગેવાનીમાં મળી હતી. જેમાં રખાયેલી 1 કલાકની પ્રશ્રોતરી દરમ્યાન ચૂંટાયેલા 38 સભ્યો પૈકી એકપણ સભ્યોએ પ્રશ્રોતરી રજૂ કરી હતી. બીજી તરફ એક સભ્યના રજૂ થયેલા પાંચ પ્રશ્રો સમયમર્યાદ પૂર્ણ થયા બાદ આવતા તેને નકારાઇને ચર્ચામાં લેવાયો હતો. હવે આગામી સભામાં લેવાનો મત મૂકાયો હતો.

આશ્વર્યની વાત એક છે કે ગ્રામ્ય વિકાસની આધારશીલા એવી મોટામાં મોટી જીલ્લા પંચાયતમાં પ્રજા ખોબલે ખોબલે મત આપીને પોતાની આશા અને સગવડ સંતોષવાના હેતુસર તેઓને સ્વરાજ્યની સંસ્થામાં મોકલે છે. ત્યારે ચુંટાયેલા સભ્યો મહત્વની પ્રશ્રોતરીમા઼ ભાગ લેતા અનેક તર્કવિતર્ક ઉઠ્યા હતા પરિણામે દિવસોથી પડતર વિવાદાસ્પદ પ્રશ્રો યથાવત રહેતા લાભાર્થીઓમાં પણ નારાજગી જન્મી હતી.

ચુંટાયેલી પાંખ પ્રજાલક્ષી વિકાસના કામો માટે હમેશા કટિબધ્ધ તથા સક્રિય છે તેવા ભાજપની રાજ્ય સરકાર વારંવાર બણગા ફુંકે છે. ત્યારે અહી ઉલ્ટી ગંગા વહીને સભ્યો પ્રશ્ર પૂછવામાં ઉદાસીનતા બન્યા હતા જેથી આજની સભામાં અધિકારીઓ સામે તેઓને મૌન ધારણ કરવુ પડ્યુ હતુ. જ્યારે ચાર ગ્રામ પંચાયતના વિભાજનના મુદામાં શહેરા તાલુકાની ધારાપુરમાંથી ભીમથલ, ઘોઘંબાની કાનપુરમાંથી અડવાલ,ગોધરાના કાંકણપુરમાંથી શીવપુરી, અને ઝાડેશ્વરને કાંકણપુર સાથે જોડવાની દરખાસ્ત ઘોંચમાં પડી હતી કારણ કે જે પંચાયતની મુદત પૂર્ણ થતી હોય તો આગામી ડિસેમ્બરે ચુંટણી યોજવાપાત્ર છે.અને ચુંટણી પંચે સૂચન કર્યુ છે.

ત્યારે વિભાજીત કરવામાં આવે તો વોર્ડ રચના સહિતની વિસંગતા ઉભી થાય તેમ હોઇ નિતિવીષયક ચર્ચા બાદ ગ્રામ વિકાસ કમિશ્નર સમક્ષ દરખાસ્ત કરવી કે કરવી તે બાબતે આગામી નિર્ણય લેવાશે.આમ એજન્ડામાં કોઇ નોંધપાત્ર મુદ્ભ રહેતા સભા માત્ર ઔપચારિકતાસભર બની ગઇ હતી.

ચુંટણીપંચની નિતીથી 4 ગ્રામ પંચાયતની વિભાજનનો મુદો ઘોંચમાં

કલાકની રખાયેલી પ્રશ્રોતરી કાળમાં વિકાસના મુદે ઉદાસીનતા

અન્ય સમાચારો પણ છે...