• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરા એફસીઆઇ ગોડાઉન પાસેથી ચોરીની બાઇક સાથે એક ઝડપાયો

ગોધરા એફસીઆઇ ગોડાઉન પાસેથી ચોરીની બાઇક સાથે એક ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાલુણાવાડા રોડ એફસીઆઇ ગોડાઉન પાસે સાપા રોડ ત્રણ રસ્તા ચોકડી નાકાબંધી કરતા એક ઇસમ શંકાસ્પદ મોટર સાયકલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. ગોધરા એલસીબી પોલીસે મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલી કાઢી આગળની કાર્યવાહી આરંભી છે.

પંચમહાલ જીલ્લા પંચમહાલ જીલ્લાના પોલીસ અધિક્ષક આર.વી.અસારીની સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જે.ચાવડાને જિલ્લામાં બનતા મોટર સાયકલ ચોરીના ગુનાઓ અટકાવવા તેમજ બનેલા મોટર સાયકલ ચોરીઓના વણ શોધાયેલા ગુનાઓ શોધવા માટે જરૂરી સુચનાઓ આપી હતી તે સુચનાઓના અમલના ભાગરૂપે એલસીબી પોલીસ સ્‍ટાફના માણસો ગોધરા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ ફરતા હતા દરમ્‍યાન મળેલ ચોક્કસ બાતમી આધારે ગોધરા લુણાવાડા રોડ એફસીઆઇ ગોડાઉન પાસે સાપા રોડ ત્રણ રસ્તા ચોકડી નાકાબંધી કરતા નાકાબંધી દરમ્‍યાન એક હોન્‍ડા કંપની કાળા કલરની મોટર સાયકલ નંબર વગરની કિ.~20.000 સાથે શંકાસ્‍પદ હાલતમાં શૈલેષકુમાર મોહનભાઇ બારીયા (રહે. નાડા લુહાર ફળીયુ તા. શહેરા)ને પકડી પાડ્યો હતો. શૈલેષકુમાર બારીયાને મોટર સાયકલ સંબધે સઘન પુછપરછ કરતા ગોધરા શહેર ભાગ્યોદય હોસ્પિટલ પાસેથી એકાદ મહીના અગાઉ ચોરી કરેલાની કબુલતા કરી છે. આમ પોલીસે મોટર સાયકલ ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરી ઝડપાયેલા ઇસમની પુછપરછ ચાલુ છે. ચોરી કરવામાં બીજા કેટલા ઇસમો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ ચાલુ છે. અને બીજી મોટર સાયકલ ચોરીઓના ગુનાઓ તથા અન્ય ચોરીઓના ગુનાઓનો વધુ ભેદ ઉકેલાય તેવી પુરેપુરી શકયતાઓ છે.

ગોધરા લુણાવાડા રોડ એફસીઆઇ ગોડાઉન પાસે સાંપાડ રોડ ત્રણ રસ્તે નાકાબંધી કરી શંકાસ્પદ ચોરીની મોટર સાઇકલ સાથે એક ઝડપાયો હતો. તસવીરહેમંત સુથાર

અન્ય ચોરીના ગુનાઓનો વધુ ભેદ ઉકેલાશે

LCB પોલીસે બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો

અન્ય સમાચારો પણ છે...