• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • પંચ. મહિ.ની 350 બસ લીમખેડા રવાના કરાતા મુસાફરો અટવાયા

પંચ. -મહિ.ની 350 બસ લીમખેડા રવાના કરાતા મુસાફરો અટવાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલજીલ્લામાં આજે લીમખેડામાં પોતાના યાદગાર જન્મદિન નિમિત્તે મોટી જનમેદની બોલવવા માટે ખૂણે ખૂણે બસ ગોઠવવામા આવી હતી પંચમહાલ -મહિસગાર જીલ્લામાં 350 જેટલી બસ લીમખેડા રવાના કરવામાં આવતા બંને જીલ્લામાં અસંખ્ય મુસાફરો અટવાઇ પડ્યા હતા.

પંચમહાલ એસટી નિયામક કચેરી દ્રારા નિયત સમયે પહોચવા માટે ખાનગી તેમજ સરકારી રાહે માંગણી કરવામાં આવે છે. અવારનવાર માંગણી કરવા છતાં જો તેઓ પાસે કાર્યક્મ ઉપલબ્ધ હોય તો તેઓને બસ સુવિધા મળવા પાત્ર હોય છે. ત્યારે આને શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમીત્તે ઉજવણી કાર્યક્રમ આજે શનિવારે લીમખેડા મુકામ આયોજન કરવામાં આવ્યો હતો. આજના મહત્વના કાર્યક્રમમાં મોટી જનમેદની હાજર રહે તે માટે તામ હોદેદારોને અનુરોધ કર્યા હતો. ત્યારે આજે શનિવારે માતાને પૂજન અર્ચન કરીને સવારે આદિજાતી વિસ્તારમાં મહત્વકાંક્ષી યોજનાઓનુ લોકાર્પર્ણ કરીને તેઓનુ સન્માન કરવામાં આવે તે માટે વિશેષ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

પંચમહાલ તથા મહિસાગર જીલ્લામાં આવેલા ગોધરા, લુણાવાડા ,હાલોલ, કાલોલ , સંતરામપરુ સહિતના આટ જેટલા ડેપો ઉપર આવતી અનેક બસો તરફી આસપાસના અસંખ્ય ગામોના મુસાફરોને રાહત પહોચાડે છે. ત્યારે અચાનક આજે શનિવારે એકસાથે 350 જેટલી બસોને બંદોબસ્તોમાં ગોઠવવામાં આવી હતી. વિવીધ ગામોમાં આવતી જતી બસોના રુટ રદ કરવામાં આવ્યા હતા. અને જેના કારણે નિયમત સમયે | બસની સગવડ મેળવવા નિયત કરવાયેલા સ્ટેશન ઉપર મુસાફરોની કતાર લાગી હતી. તેમ છતાં આજના કાર્યક્રમ અનુસાર તેઓને કોઇ જાણકારી મળતા આશરે આઠ હજાર જેટલા અટવાઇ પડયા હતા. જોકે આજે રવિવારથી રાબેતા મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોઇ તેઓ લાભ લેવા તલપાપાડ થયા છે.

ગામડે જવુ છે પરંતુ બસ મળતી નથી

^હુંબહારગામથી આવ્યો છુ. અને મારે ગામડે જવુ છે પણ બસ મળતી નથી. જીપો પણ નથી તેથી બપોર પછી બસ મળશે ત્યારે ઘરે પહોંચીશ.>મિતેશ ભાભોર,મુસાફર

દાહોદ,ઝાલોદ, બારિયાની 45 બસ ફળવાઇ

^દાહોદ,ઝાલોદ અને દેવગઢ બારીયા ડેપોની મળીને 45 બસો લીમખેડાના કાર્યક્રમ માટે ફાળવવામાં આવી છે. ત્રણેય ડેપોની મળી બસો આપી છે તેથી વધારે રૂટ કેન્સલ કરવા પડ્યા નથી. >એમ.એચ.સોલંકી, ડેપો મેનેજર

વિવિધ ગામોમાં આવતી જતી બસોના રૂટ રદ કર્યા હતા

મોટી જનમેદની બોલવવા માટે ખૂણે ખૂણે બસ ગોઠવાઇ

અન્ય સમાચારો પણ છે...