• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરાના પ્રેમ પ્રકાશ ટાવર કોમ્પલેક્ષ પાસે ગટરના ગંદા પાણી ભરાતા મુશ્કેલી સર્જાઇ

ગોધરાના પ્રેમ પ્રકાશ ટાવર કોમ્પલેક્ષ પાસે ગટરના ગંદા પાણી ભરાતા મુશ્કેલી સર્જાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાશહેરના અંકલેશ્વર મહાદેવ રોડ ઉપર આવેલા પ્રેમ પ્રકાશ ટાવર કોમ્પ્લક્ષમાં થોડા વરસાદમાં ગટરના ગંદા પાણી ભરાઇ જતા દુકાનદારોને મુશ્કેલી વેઢવી પડી રહી છે. નગર પાલિકા તંત્રને જાણ કરવા છતા કોઇ કામગીરી કરવામાં આવી નથી. જેથી ગંદા પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ ફેલાઇ રહ્યો છે.

ગોધરા શહેરના અંકલેશ્વર મહાદેવ રોડ ઉપર પ્રેમ પ્રકાશ ટાવર પાસે વરસાદી ગંદા પાણીના ખાબોચીયાને કારણે કેટલાક વાહનો ફસાઇ જવા ઉપરાંત કેટલાક પડી ગયા હોવાનો બનાવ પણ બન્યા છે. આમ કોમ્પ્લેક્માં જવાના રસ્તામાં વરસાદી તથા ગટરના ગંદા પાણી ભરાઇ જતા દુકાનદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યુ છે. દુકાનદારોને કોમ્પ્લેક્ષમાં આવવા જવા માટે પણ ભારે વિપદા ભોગવવી પડી રહી છે. ગંદા પાણીના કારણે દુર્ગંધ પણ મારી રહી છે. બાઇકના અડધા ટાયરો પણ ગંદા પાણીમાં ડુબી ગયા હતા. ગંદા પાણીના યોગ્ય નિકાલના અભાવે તળાવ જેવી પરિસ્થિતીનું નિર્માણ થયુ છે. અંગે નગર પાલિકામાં ટેલીફોનીક રજુઆત કરવામાં આવતા કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ કામગીરીમાં તો વેઠ ઉતારવામાં આવ્યો હોવાનું દેખાઇ રહ્યુ છે. માત્ર બે ત્રણ મજુરો દ્વારા બતાવવા ખાતર થોડી ગટરની લાઇન કરી સંતોષ માન્યો હોવાનું જણાયુ હતું. જોકે હજુ પણ પરિસ્થિત તેના કરતા પણ ખરાબ દેખાઇ રહી છે.

આમ નગર સેવા સદન પાલિકા સત્વરે જાગે અને વહેલામાં વહેલી તકે કામગીરી કરે તે જરૂરી બન્યુ છે. જોકે હજુ પણ ગંદા પાણીના ખાબોચીયાના કારણે વાહન ચાલક તથા રાહદારીઓને પસાર થવામાં ભારે મુશ્કેલી સર્જાઇ રહી છે.

વાહન ચાલક તથા રાહદારીઓને પસાર થવામાં ભારે હાલાકી

આસપાસના ખાડા પુરવામાં તંત્ર દ્વારા વેઠ ઉતારી કામગીરી કરી

ગોધરાના પ્રેમપ્રકાશ ટાવરમાં વરસાદી તથા ગટરના પાણી ભરાતા દુકાનો પાસે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલુ નજરે પડે છે. તસવીરહેમંત સુથાર

વાહનનો ફસાઇ જવાના બનાવ બન્યા

નગરપાલિકા દ્વારા કોઇ પ્રકારની કામગીરી નહી કરતા વાહન ચાલક તથા રાહદારીઓને પસાર થવામાં ભારે વિપદા પડી રહી છે. વરસાદી ગંદા પાણીના ખાબોચીયાને કારણે કેટલાક વાહનો ફસાઇ જવા ઉપરાંત કેટલાક પડી ગયા હોવાનો બનાવ પણ બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...