હડફ ડેમમાંથી પશુ- પ્રજા માટે હવે પાણી છોડાયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્રઉનાળા દરમ્યાન મોરવા તાલુકામાં પાણીની સમસ્યાએ ગંભીર રુપ ધારણ કરીને પ્રજા તથા પશુઓને પાણી માટે વલખા મારવા પડ્યા હતા તેમ છતાં તંત્રના પેટનુ પાણી હાલ્યુ હતુ.ત્યારે હવે ચોમાસુ માથે છે. તેવા સમયે ઢોર ઢાંખર માટે ઉભી થયેલી પાણીની મુશ્કેલીને અનુલક્ષીને મોડે મોડે હડફ ડેમમાંથી બપોરે 200 ક્યુસેક પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં આશ્વર્યાનંદ છવાયો છે.જોકે 1600 ક્યુસેક પાણીથી અંદાજીત 10 ઉપરાંત નદિકાંઠાના ગામોને રાહત સાંપડનાર છે.

ઉનાળાના છેલ્લા બે માસમાં પાણીના સ્તર ઉંડે જતાં મોરવા તાલુકાના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની તથા ઢોર ઢાંખર માટે દોડધામ સાથે મુશ્કેલી સર્જાઇ રહી હતી. હાલ અહીંથી પસાર થતી હડફ નદિ પણ સુક્કીભઠ્ઠ બની છે. તેમાંય અંતિમ દિવસોમાં સમસ્યા વિકટ બની છે. હાલ નવીન બનાવેલા હેન્ડપંપમાં પણ અનેક મહેનત બાદ પાણી આવતા લોકોને પ્રશ્ર સર્જાયો છે. મુંગા પશુઓ માટે ઉભી થયેલી પાણીના પ્રશ્રે ઉગ્ર માંગ ઉઠી હતી. હાલ ચોમાસુ માથે છે અને ગણતરીના દિવસોમાં વરસાદની એંધાણ વ્યાપ્યા છે. ત્યારે હડફ ડેમ યોજના તંત્ર દ્રારા મંગળવારની બપોરે હડફ નદિમાં પાણી છાડવામાં આવ્યુ છે. અગાઉ ધારાસભ્ય દ્રારા સરકારમાં રજૂઆત કરીને વિવિધ ગામોમાં ઢોર ઢાંખરને બચાવવામાં આવે તેવી સ્થિતિને લઇને આવશ્યકતા જણાવી હતી આથી મંગળવારની બપોરે ગાંધીનગર સિંચાઇ વિભાગમાંથી સૂચના આવતા તાત્કાલિક તંત્ર હરકતમાં આવ્યુ છે. પંચમહાલ અને મહિસાગરમાં એક માત્ર હડફ ડેમમાંથી 200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. અંદાજીત 1600 ક્યુસેક પાણી છોડવાની સૂચનાના ભાગરુપ ડેમના ગેટ નંબર -3ને 15 સે.મી ઉચો કરવામાં આવ્યો છે.દિવસ દરમ્યાન પાણી શરુ કરીને રાત્રિના 10 કલાક સુધી પાણી હડફ નદિમાં ઠાલવવામાં આવતા હફફ નદિમાંઠાના વેજમા, કુવાઝર, ખાનપુર, મોરવા,બલુખેડીના ગામોને લાભ મળનાર છે. અને પશુપાલકો પોતાના પશુઓને પાણી ઉપલબ્ધ કરાવી શકશે.ઉનાળો પૂર્ણતાને આરે છે. સમગ્ર ઉનાળાના આકરા દિવસોમાં પાણી માટે માંગ કરવા છતાં સરકાર ટસની મસ નહી થઇને પાણી અપાયુ હતુઁ અને ભારે યાતનાપૂર્વકના દિવસો જેમ જેમ પસાર કર્યા હતા જ્યારે હવે ચોમાસુ માથે હોઇ ગણતરીના દિવસોમાં વરસાદનુ આગમન થનાર છે. તેવા સમયે હડપ નદિમાં પાણી છોડવામાં આવતા પ્રશ્રાને પણ આશ્વર્ય વચ્ચે આનંદ વ્યાપ્યો છે.

10 ઉપરાંત નદિકાંઠાના ગામોને રાહત સાંપડશે પરંતુ સિંચાઇ માટે પાનમ કેનાલમાંથી ક્યારે પાણી છોડાશે ?

કાળઝાળ ગરમીમાં પશુઓ સહિત લોકોએ પાણીની હાડમારી વેઠી અને ચોમાસુ માથે છે ત્યારે તંત્ર એક્શનમાં આવ્યું

બીજા ડેમમાં પાણી છોડતા અન્યાય

ક્યાં સુધી પાણી ચાલશે તે પ્રશ્ર

એકજ વાર 1600 ક્યુસેક પાણી વિતરણ થશે

એક માત્ર હડફ ડેમમાંથી પાણી છોડવામાં આવીને અન્ય વિસ્તારને અન્યાય કરાયો છે. સિંચાઇ માટે પાનમ વિભાગ તથા અન્ય કેનાલ દ્રારા સગવડ નહી અપાતા ખેતીનુ વાવેતર શકય બન્યુ હતુ. ઘાસચારો પણ ઉગતા તકલીફ પડી હતી. પાનમ સહિતના વિસ્તારમાં હડફની જેમ પાણી છોડાય તો આસપાસના ગામોને લાભ મળી શકે તેવી માંગ ઉઠી.

હાલ તો સરકારે ખેડૂતોને ખુશ કરવા મોડે મોડે પાણી નદિમાં આપ્યુ છે. હાલ એક દિવસ પૂરતુ એટલે કે 1600 ક્યસુક પાણી આપવાની નક્કી કરાયુ છે. ઠેરઠેર રેતી ઉલેચવામાં આવતા મસમોટા ખાડા નિમાર્ણ થયા છે.નદિનો વિશાળ ઘેરાવો જોતાં પાણી કેટલા અંતર સુધી પહોચશે અને સંગ્રહિત થનાર પાણી કેટલા દિવસ સુધી ચાલશે તે લોકોમાં પ્રશ્ર છે.

^સરકારમાંથી સૂચના આવતા બપોરે 200 ક્યુસેક પાણી ઢોર ઢાંખરના ઉપયોગ માટે છોડાયુ છે. જેનાથી આગળ ચેકડેમ પણ ભરાઇને આશરે 10 ઉપરાંત નદિકાંઠાને લાભ મળશે. હાલ માત્ર એકજ વાર 1600 ક્યુસેક પાણી વિતરણ થશે. > સી.કેશાહ, ડેમએસઓ

પશુધનને બચાવવા માટે હડફ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...