• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • જોટવડ પંચાયતના સરપંચને મોતને ઘાટ ઉતારનાર દંપતીને આજીવન કેદની સજા

જોટવડ પંચાયતના સરપંચને મોતને ઘાટ ઉતારનાર દંપતીને આજીવન કેદની સજા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાંબુઘોડાતાલુકાના જોટવડ ગ્રામ પંચાયતના સરપંચને પોતાની પત્ની સાથે કઢંગી હાલતમાં જોઇ જતા ઉશ્કેરાયેલા પતિએ કપડા ધોવાના પાયા વડે સરપંચનું ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. જેમાં પત્નીએ પણ મારવા લાગી હતી. તેમજ લાશને સગેવગે કરવામાં ગામના અન્ય વ્યક્તિએ મદદ કરી હતી. જે કેસ ગોધરાના એડીશનલ સેસન્સ જજ ડી.એચ.ત્રીવેદી સમક્ષ ચાલી જતા કોર્ટે દંપિતીને આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે અન્ય એક વ્ક્તિને 5 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી.

ગત તા.1 ફેબ્રુઆરી 2015 રવિવારના રોજ પોતાના ઘરેથી ગૂમ થયેલા જોટવડ ગામના સરપંચની લાશ જોટવડથી વડેખ જતા માર્ગ ઉપર વિસ્તરણ વિભાગની નર્સરીને સામેના કોતરમાંથી બે દિવસ બાદ મળી હતી. જાંબુઘોડા પીએસઆઇ એમ.બી.વાછાણી તથા સ્ટાફે હત્યાનો ભેદ ઉકેલી કાઢયો હતો. જેમાં આરોપી મહેશ જેમતભાઇ બારીઆ અગાઉથી શંકા હતી કે તેઓની પત્ની વિણાબેન ગામના સરપંચ મહેન્દ્રભાઇ સાથે આડો સબંધ ધરાવે છે. જેથી તેઓ રવિવારે સાંજના ઘરેથી પેટ્રોલ પુરાવી પરત આવતા મહેશને પોતાના ઘરમાં સરપંચ મહેન્દ્રભાઇની હાજરીમાં શંકા જતા તે ઘરમાં પ્રવેશતા બહાર નાવણીયામાં પડેલ કપડા ધોવાનો પાયો સાથે લઇ ઘરમાં પ્રવશ્યો હતો. અને ઘરમાં પ્રવેશતાની સાથે સરપંચ તથા પોતાની પત્ની વિણાબેનને કઢંગી હાલતમાં જોઇ જતા પાછળથી સરપંચને માથાના ભાગે પાયાના મરણ તોલ પાંચથી ફટકા માર્યા હતા. સરપંચે સ્વબચાવ માટે આરેાપીના ઘરમાંથી પાછલા બારણે ભાગવાનો પ્રયાસ કરતા તે ઘરની પાછળ આવેલ મકાઇના ખેતરમાં જઇ ઢળી પડયો હતેા. તે વખતે મહેશ બારીયા તથા તેની પત્ની વિણાબેન પાછળ દોડી ખેતરમાં જઇ વાડામાં પડેલ કોટાસ્ટોનના ટુકડાનાં ઉપરા છાપરી બે ત્રણ ઘા મારી તથા તેની પત્નીએ પણ કોટાસ્ટોનના બે ત્રણ ઘા મારી સરપંચ મહેન્દ્રભાઇ ધનાભાઇ બારીયાને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જયારે પત્ની કોટાસ્ટોનના ટુકડા વડે મૃતકને મારતી હતી. તેમજ લાશને સગવગે કરવા માટે વિક્રમભાઇ ફતેસીંગ બારીઆ તથા મહેશભાઇએ ઉચંકીને કોતરના પાણીમાં નાંખી દીધી હતી. જે કેસ ગોધરાના એડીશનલ સેસન્સ જજ ડી.એચ.ત્રીવેદી સમક્ષ ચાલી જતા કોર્ટે સરકારી વકીલ આશાબેન ટી. બારીઆની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે દંપિતીને આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે વિક્રમભાઇ ફતેસિંગ બારીઆને 5 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી.

પત્ની સાથે સરપંચને કઢંગી હાલતમાં જોઇ જતાં ઉશ્કેરાયેલા પતિએ પાયાના ફટકા માર્યા હતાં

કોને કઈ સજા થઈ?

{ ફોજદારી કાર્યરીત સંહીતાની કલમ 235(2) અન્વયે મહેશભાઇ જેમતભાઇ અને વીણાબેન મહેશભાઇને આઇપીએસ 302 સાથે વાંચતા કલમ 114 મુજબના ગુન્હા સબબે આજીવન કેદની સજા ફરમાવવામાં આવે છે.

{ ફોજદારી કાર્યરીત સંહિતાની કલમ 235 (2) અન્વયે મહેશભાઇ જેમતભાઇ, વીણાબેન મહેશભાઇ તથા વિક્રમભાઇ ફતેસિંહને આઇપીસી 201 સાથે કલમ 114 મુજબ ગુન્હા સબબે 5 વર્ષની સખત કેદનીસજા ફરમાવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...