• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • વારંવાર થતી લૂંટના બનાવને રોકવા વેપારીઓની માંગ

વારંવાર થતી લૂંટના બનાવને રોકવા વેપારીઓની માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંતરોડ-સાલિયા હાઇવે પર 4 લૂંટારાઓ દ્વારા 3 લાખની લૂંટ

દાહોદ જીલ્લાના ઝાલોદ લીમડી ગામે રહેતા રાજેન્દ્દકુમાર સુરમલ સાધુ તેમની પુત્રીને લઇને તા. 9 ઓગસ્ટના રોજ અમદાવાદ એડમીશન માટે ગયા હતો. અમદાવાદથી તેમના મિત્ર મહેન્દ્દસિંહ રલોતીનાઓ ગાડી ચલાવીને પરત ઝાલોદ આવતા હતા. તે દરમ્યાન રાત્રીના 11.30 વાગે સંતરોડના હાઇવે રોડ ઉપર આવતાં રોડ ઉપર કોઇ વસ્તુથી સ્વીફટ ગાડીનુ઼ ટાયર પંચર થઇ ગયું હતુ઼. ગાડીને પંચર થતાં મહેન્દ્દસિહ રલોતી સાથે રાજેન્દ્દકુમાર નીચે ઉતરીને ટાયર બદલતા હતા. રાત્રીએ ગાડીઓની અવર જવર વાળા રોડ ઉપર ટાયર બદલતી વખતે ચાર ઇસમો આવીને ગાડી પાસે આવીને શું થયું છે. તેમ પુછતાં મહેન્દ્દસિહે ટાયર પંચર થયું છે. તેમ કહેતા ચારેય લુટારાઓએ હાથના ડંડા તથા લાકડીઓથી મહેન્દ્દસિહ અને રાજેન્દ્દકેમારને મારીને ઇજાઓ કરતાં ગાડીમાં બેસેલી મહિલાઓએ

...અનુસંધાન પાના નં.2

તપાસ ચાલુ કરી દીધી છે

^સંતરોડહાઇવે રોડ પરની લુંટમાં એસઓજી, સ્થાનિક પોલીસ તથા DySpની ટીમો દ્વારા કોમ્બીગ હાથ ધરીને તપાસ ચાલુ કરી દીધી છે. આરોપીઓને વહેલી તકે ઝડપી પાડશે. >રાજેન્દ્દસિંહ ચુડાસમા,ડીએસપી

ગુજરાતીમાંબોલતા હતા

^ગાડીનેપંકચર થાય તે માટે રસ્તા વચ્ચે ખીલી જેવી વસ્તુઓ નાંખી હતી. જેથી ગાડી પંકચર થતા હું ટાયર બદલી રહ્યો હતો. તે વખતે પાછળથી 4 ઇસમો મોઢા પર રૂમાલ બાંધીને આવ્યા હતા. તેઓ પાસે લાકડી તથા મારક હથિયાર જેવા સાધનો હતા. જેથી અમે ડરી ગયા હતા. તેઓએ દાગીના, રોકડા આપી દો નહિ તો મારીશું તેવું ગુજરાતીમાં બોલતા હતા.>મહેન્દ્દસિંહ રલોતી,લીમડી

ગોધરા પાસે ફરી એકવાર લૂંટ

પરિવારને લાકડાના ડંડાથી મારમારીને દાગીના તથા રોકડાની લૂંટ ચલાવાઇ

અમદાવાદથી પરત ફરતાં લીમડીના પરિવારને રાત્રે બાનમાં લીધા

મોરવા(હ)ના સાલીયા નજીકથી રાત્રીના સમયે લૂંટારુઓએ કારમાં સવાર પરિવારની લૂંટી લેતા પોલીસ ઘટના સ્થળે તપાસ માટે પહેાંચી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...