તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • સંતરામપુરમાં વિવિધ વિસ્તારમાં ટ્રાફિકજામથી નગરજનો પરેશાન

સંતરામપુરમાં વિવિધ વિસ્તારમાં ટ્રાફિકજામથી નગરજનો પરેશાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંતરામપુરનાગોધરા ભાગોળ વિસ્તારસહિત જયાં જયાં દેખો ત્યાં સંખ્યાબંધ વાહનો ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે. જયારે બીજીબાજુ દરેક મહત્વના પોઇન્ટ ઉપર ટ્રાફિક ગાર્ડ મુકવામાં આવેલા છે. સંતરામપુર નગર પાલીકા અને પાલીસ તંત્ર જાતે રસ લઇને નગરનું ટ્રાફિકજામનો પ્રશ્ન હલ થાય તેવુ આયોજન કરે તે ઇચ્છનીય છે.

સંતરામપુર નગરમા ટ્રાફિક સમસ્યા હલ કરવામાં તંત્ર નિષ્ફળ ગયેલ છે. સંતરામપુરમાં ચારે બાજુ ગોધરા ભાગોળ વિસ્તાર, નવાબજાર, મોટાબજાર, પ્રતાપપુરા જયાં જયાં દેખો ત્યાં સંખ્યાબંધ વાહનો ટ્રાફિકજામ થતા હોય છે. તંત્ર કોઇપણ પ્રકારની જવાબદારી લેવા તૈયાર નથી. જયારે ગોધરા ભાગોળ વિસ્તારમાં હોસ્પિટલ, કોમ્પલેક્ષો, પાર્કીંગ હોવાના કારણે રોડ ઉપર આડેધડ વાહનો પાર્ક કરી દે છે. જયારે બીજીબાજુ દરેક મહત્વના પોઇન્ટ ઉપર ટ્રાફિક ગાર્ડ મુકવામાં આવેલા છે. જયારે ટ્રાફિકજામ થતુ હોય હલ કરવાના બદલે ટ્રાફિકજામને જોઇ રહે છે. પરંતુ હલ કરવામાં તૈયાર હોવાથી નગરના રાહદારીઓ કંટાળી ગયેલા છે. સવાર સાંજ 24 કલાક સંખ્યાબંધ વાહનો આડેધડ રોડ ઉપર મુકે છે. જયારે દુકાનદારો પોતાનો ધંધો કરવા માટે રોડ ઉપર સામાન મુકી દેતા કલાકો સુધી ટ્રાફિકજામ થઇ રહે છે. સંતરામપુર નગર પાલીકા અને પાલીસ તંત્ર જાતે રસ લઇને નગરનું ટ્રાફિકજામનો પ્રશ્ન હલ થાય તેવુ આયોજન કરે તે ઇચ્છનીય છે. અગાઉ લોકદરબારમાં ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન મુકેલા પરંતુ હલ કરવામાં આવ્યો નથી. વહેલીતકે ટ્રાફિક સમસ્યા હલ થાય તેમ નગરજનો ઇચ્છી રહ્યા છે.

લોકોની સમસ્યા ક્યારે હલ થશે તેવી ચર્ચા

અન્ય સમાચારો પણ છે...