તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરા ટ્રેનકાંડની 14મી પુણ્યતિથિએ VHP કાર્યકર્તાઓ દ્વારા શ્રદ્વાસુમન

ગોધરા ટ્રેનકાંડની 14મી પુણ્યતિથિએ VHP કાર્યકર્તાઓ દ્વારા શ્રદ્વાસુમન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાટ્રેનકાંડની 14મી પુણ્યતીથી નિમીત્તે વીએચપીના કાર્યકર્તા દ્વારા શહેરના ચાંચર ચોકથી રલી કાઢવામાં આવી હતી. બાદ એસ- 6 કોચ પર પહોંચી શ્રદ્વાસુમન અર્પણ કર્યા હતા.

27મી ફેબ્રુઆરી 2002ની ગોઝારી ઘટનામાં સાબરમતી એક્સપ્રેસમાં અયોધ્યાથી પરત ફરેલા રામભક્તોને જીવતા ભુંજી નાંખવામાં આવ્યા હતા. દર વર્ષે આજ સ્થળે રામભક્તોને શ્રદ્વાંજલી અર્પણ કરવામાં આવે છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ શ્રદ્વાંજલી અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદના નગર અધ્યક્ષ અમીધર કે ટેલરની આગેવાની હેઠળ ગોધરા ચાંચર ચોક પાસે સૌ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત રાકેશભાઇ ઠાકોર, જિલ્લા અધ્યક્ષ ભગવાનદાસ ઠક્કર, જયેશભાઇ ભરવાડ, મુકેશભાઇ પટેલ, અલ્કેશભાઇ કોઠારી, રાજુભાઇ માળી સહિત 30થી વધુ કાર્યકર્તાઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. તેઓ રેલી સ્વરૂપે ગોધરા રેલવે યાર્ડ પહોંચ્યા હતા. ત્યારબાદ રેલવે ડબ્બામાં પુષ્પો અર્પણ કરી કાંડમાં માર્યા ગયેલાઓને શ્રદ્વાંજલી આપવામાં આવી હતી. ઉપરાંત હાજર સૌ કાર્યકર્તાઓએ રામધુન બોલાવી હતી. રેલવે તથા શહેર પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને રહશે

^સાબરમતી ટ્રેનકાંડમાં થયેલી કારસેવકોની શહીદી એળે નહીં જાય, અમે દ્રઢતાપૂર્વક નિશ્ચય કર્યો છે કે આગામી સમયમાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરીને રહીશું. તદ ઉપરાંત કાર સેવકોની શહીદીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ વર્ષો વરસ અવિરત પણે કાર્યકરો દ્વારા કરવામાં આવશે. વધુમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને રહશે. આમ કારસેવકોની શહીદી એળે જશે નહી.> રાકેશભાઇઠાકોર, સુંદરકાંડસમિતિના આયોજક

ગોધરા ટ્રેનકાંડની 14 પુણ્યતિથિ વીએચપીના કાર્યકર્તાઓએ શ્રદ્વાસુમન અર્પણ કર્યા હતા. }હેમંત સુથાર

ચાંચર ચોકથી રેલી નીકળી : રેલવે,પંચ. પોલીસ સહિત કાફલાએ બંદોબસ્ત જાળવ્યો

અન્ય સમાચારો પણ છે...