તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા ST ડીવીઝનમાં ગત 11 માસમાં કુલ 1092.96 લાખનો નફો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પંચમહાલ,મહિસાગરઅને દાહોદ જીલ્લાના સાત ડેપો હેઠળની 450 બસોની થતા ખર્ચને બાદ કરતા નફો નોંધાયો છે. ગત 11 માસનું સરવૈયુ કાઢતા ડીવીઝનને કુલ 1092.96 લાખ રુપીયા નું મળતર નોંધાયુ છે.પરંતુ બારીયા,હાલોલ અને સંતરામપુર ડેપોમાં ગત માસમાં આવકમાં ઘટાડો નોંધાયો છે.

ગોધરા એસટી ડીવીઝન નફો કરે છે. દાહોદના મુસાફરો આવક આપે છે. પાછલા 11 માસમાં સાત ડેપો ઉપર થી ચલાવેલી 450 બસોમાં મુસાફરોનું વહન કરીને ગત ફેબ્રુઆરી માસમાં 82.36 લાખ રુપીયાનું મળતર મેળવ્યુ છે. જ્યારે ગત એપ્રિલ 2016 થી ફેબ્રુઆરી માર્ચ17સુધી ડીવીઝને 1092.96 લાખ રુ મે‌ળવ્યા છે.

ગોધરા,હાલોલ,લુણાવાડા, સંતરામપુર, લુણાવાડા,દાહોદ અને ઝાલોદ ડેપો પૈકીના ઝાલોદ અને દાહોદ ડેપોની આવક ના કારણે ડીવીઝનની આવકમાં નફો કર્યો છે.11 માસ માં 1273.76 લાખ રુપીયાની મળતરઆ બે ડેપોએ આપ્યુ છે.ગત ફેબ્રુઆરી માસમાં કુલ 60.46 લા્ખ કિમી બસો ચલાવીને બારીયા,હાલોલ અને સંતરામપુર ડેપોની આવક 19.70 લાખની ખોટ આવી હતી.દાહોદ,ગોધરા,લુણાવાડા અને ઝાલોદ ડેપોની આવક થી 102.06લાખ રુપીયા છે. 11 માસ દરમ્યાન ગોધરા ડીવીઝનને કુલ 722.16 લાખ કિમી બસો દોડાવીને કુલ 1092.96 લાખ રુપીયાનું મળતર છેઆમ ગોધરા ડીવીઝને ખર્ચની સામે આવક મેળવી રહ્યુ છે.

ખર્ચને બાદ કરતા નફો નોંધાયો : 7 ડેપો પૈકીના 3 ડેપોમાં ખોટ જાય છે

બારીયા,હાલોલ,સંતરામપુર ડેપોમાં ગત માસમાં આવકમાં ઘટાડો

2 ડેપોના કારણે ડીવીઝન ને મળતર મળ્યુ

દાહોદ-ઝાલોદનું11 માસમાં 180.80 લાખ આવક કરતા વધારે રહ્યુ છે.ઝાલોદ-દાહોદ ડેપો દ્વારા પાછલા 11 માસ દરમ્યાન 1273.76 લાખની મળતર ડીવીઝનને આપી છે. ત્યારે ગોધરા ડીવીઝનની પાછલા 11 માસનું મળતર કુલ 1092.96 લાખ થાય છે.

1 માસનું સરવૈયુ (આંકડા લાખમાં)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો