તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • એપ્રિલથી SBI દ્વારા બેન્કિંગ સેવામાં વધારાનો ચાર્જ લાગશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એપ્રિલથી SBI દ્વારા બેન્કિંગ સેવામાં વધારાનો ચાર્જ લાગશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
1લીએપ્રિલથી એસબીઆઇ બેન્કમાં વિવિધ પ્રકારના ચાર્જીસ લાગુ કરવા સામે ઓલ ઇન્ડીયા બેન્ક એકાઉન્ટ હોલ્ડર્સ એસો. દ્વારા વિરોધ કરાયો છે

SBI સૌથી મોટી બેન્ક હોવાથી આગામી 1લી એપ્રીલથી વિવિધ ચાર્જીસ લાગુ કરવાની જાહેરાત કરાઇ છે.જેના વિરોધમાં બેન્ક એકાઉન્ટ હોલ્ડર્સ એસો. ના પ્રમુખ આનંદ ઘડીયાળી દ્વારા જીલ્લાની રીજીયોનલ બ્રાન્ચ મેનેજર વિમલકુમારને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયુ તુ કે બેન્ક ખાતામાં ત્રણ વાર ડીપોઝીટ પછી રુ.50 નો ચાર્જ વસુલાશે,ખાતામાં ઓછામાં ઓછુ 5000, 3000, 2000, 1000 રાખવા પડશે જો ઓછામાં ઓછુ બેલેન્સ નહી હોય તો 200 રુ.નો સરચાર્જ લાગુ પડશે.SBI એટીએમ 5 વખત મફત પછી દરેક ટ્રાન્ઝેક્શન પર રુ.10 નો ચાર્જ વસુલાશે અન્ય બેંકના એટીએમ ત્રણ વખત મફત પછી દરેક ટ્રાન્ઝેકશન પર રુ.200 નો ચાર્જ વસુલાશે જો તમારા બચત ખાતામાં એક લાખ સુધીનું બેલેન્સ રાખશે તો કોઇ એટીએમ ચાર્જ વસુલાશે નહી.ત્રણ મહિના બાદ 15 રુપીયા એસએમએસ ચાર્જ SBI વસુલ કરશે. ચાર્જીસ ના વિરોધમાં સેવા મોંઘી બનવાની છે જેના વિરોધમાં 6 એપ્રિલના રોજ સ્વેચ્છીક નો ટ્રાન્ઝેક્શન દિવસ ઉજવવાનું જણાવાયુ છે.

લોકોને તકલીફનો સામનો કરવો પડશે

^હાલમાંSBI દ્વારા જે મશીનો દ્વાર થતા વ્યવહાર માં વઘારો કરવાના આશય સાથે ડીજીટલ ઇન્ડીયાની તરફેણમાં ચાર્જીસ વધારો કરતા લોકોને તકલીફ પડશે.>આનંદ ઘડીયાળી,બેન્કએકાઉન્ટ હોલ્ડર્સ એસો.ના પ્રમુખ

6 એપ્રિલે બેન્ક એકાઉન્ટ હોલ્ડર્સ એસો. દ્વારા વિરોધ

બેન્કમાં લેવડ દેવડ સાથે ATM સેવામાં પણ લાગુ પડશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો