તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • 3 જિ.માં 11 માસમાં 1237 પશુઓ કલતખાને લઇ જવાતા બચાવાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3 જિ.માં 11 માસમાં 1237 પશુઓ કલતખાને લઇ જવાતા બચાવાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પંચમહાલ,મહિસાગર તથા દાહોદ જિલ્લાં ના અલગ અલગ સ્થળેથી છેલ્લાં અગીયાર માસમાં પોલીસ તથા જીવદયા પ્રેમીનાઓએ ગૌવંશને કતલખાને જતાં બચાવીને ગોધરા પરવડી ખાતે આવેલ પાંજરાપોળ ખાતે મોકલી આપલ હતા.અને આરોપીઓ સામે પશુ અત્યાચાર ઘારા હેઠળ ગુનો નોધ્યો છે.

પંચમહાલ મહિસાગર તથા દાહોદ જિલ્લામાં અનેક પરીવારો પશુ પાલન પર આધારીત છે. અને દુધાળાં તથા હિન્દુ સમાજ માં ગૌ માતા તરીકે સ્થાન ભોગવતા ગાય જેવા પશુઓનું ઉઠાવગીર તથા જાણ ભેદુ ટોળકીઓ દ્રારા આવા પશુઓનું ગેરકાયદેસર રીતે ઉઠાતંરીત કરવાના બનાવો વઘી રહયા છે ગુજરાત સરકારે ગૌ હત્યા નાબુદી માટે કડક કાયદો બનાવવામાં આવ્યો હોવા ઋતા ગોધરા સહિતની કેટલાક ગૌવંશ વિરોધી ટોળકીઓ સક્રીય બનીને રાત્રીના સમયે હેરાફેરી કરી રહયા છે. ગોધરા સહિત વિવિધ વિસ્તારો માંથી આવા પશુની હેરાફેરી કરનારાઓ આવીને ગુજરાતમાં ગોધરા ખાતે ગેરકાયદેસર ચાલતા કતલખાનાઓમાં ધકેલવા લઇ જવાઇ રહયા છે ગોધરા તથા અન્ય વિસ્તારોમાં લાવીને ગાય તથા અન્ય પશુઓની કત્લેઆમ થઇ રહી છે જેના લીઘે હિન્દુ સમાજમાં લાગણી દુભાઇ રહી છે. પોલીસ તથા ગૌરક્ષકો દ્રારા અવારનવાર ગેરકાયદેસર હેરાફેરી કરનાર આવા તત્વો સામે પગલા ભરીને 11 માસમાં 1237 ગૌવંશોને ઉગારીને પાંજરાપોળ ખાતે મોકલી દીઘી હતા. અને આવા ગુનેગારો સામે કાર્યવાહી હાથ કરાય છે.

વિવિધ સ્થળેથી પશુ બચાવ્યા

છેલ્લાંઅગીયાર માસમાં સૌથી મોટી સંખ્યામાં દાહોદ ખાતેથી 64 નંગ પશુઓને બચાવ્યા હતા. જયારે 11 માસમાં પંચમાહાલ જીલ્લામાંથી 886 જેટલાં પશુઓ , મહિસાગર જિલ્લાંમાંથી 136 નંગ પશુઓ તથા દાહોદમાંથી 257 જેટલાં પશુઓ બચાવીને પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા છે. વડોદરા ડેસર માંથી 22 નંગ તથા ઠાસરા ખેડા માંથી 9 અબોલા પશુઓને ઉગારયા હતા.

આરોપીઓ સામે પશુ અત્યાચારનો ગુનો નોધ્યો છે

પંચ. -મહિ. -દાહોદમાં પરીવારો પશુ પાલન પર નિર્ભર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો