તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • રાણીપુરા પ્રાથમિક શાળાના કિચન શેડનું ભૂમિ પૂજન

રાણીપુરા પ્રાથમિક શાળાના કિચન શેડનું ભૂમિ પૂજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમાજની છેલ્લામાં છેલ્લી વ્યક્તિને અનુકંપા કે હમદર્દીની નહી પણ તેને જરૂરી સહાયની આવશ્યક્તા છે. સહાયના સથવારે જરૂરિયાત મંદનો વિકાસ સાચો વિકાસ છે. જરૂરિયાત વ્યક્તિ સુધી પહોંચવાનો લક્ષ્ય છે અને તે માટે તંત્ર દ્વારા પુરતા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માત્ર ભૌતિક વિકાસ નહિ સાથે માનવ વિકાસના માપદંડો પરિપૂર્ણ થાય તે દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. મધવાસ નજીક્ની જી.આઇ.ડી.સી. માં કાર્યરત થયેલી હીરો મોટો કોપ દ્વારા રાણીપુરા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓ માટેના કિચન શેડનું બાંધકામ કરવામાં આવનાર છે. સાથે વોકહાર્ડના સહયોગથી તબીબ અને ફાર્માસિસ્ટ સાથેની મોબાઇલ સેવા ઉપલબ્ધ કરી છે.

મેડિકલ મોબાઇલ વાનથી આસપાસના ૨૫ જેટલા ગામોની સપ્તાહ દરમિયાન મુલાકાત લઇ મેલેરીયા, ટાઇફોઇડ, ડેન્ગ્યુ,બ્લડ સુગર જેવા રોગોની તપાસ નિદાન અને સારવાર નિ:શુલ્ક કરવામાં આવશે ઉપરાંત દર્દીના હેમોગ્લોબિનના રીપોર્ટ પણ કાઢી આપશે. પ્રસંગે હીરો મોટો કોપના રી વિજય શેઠી અને શ્રી મુકેશ ગોયેલ દ્વારા ટુ વ્હીલર વાહનના ઉત્પાદન અને પ્લાન્ટની માહિતી આપી હતી.

મોબાઇલ મેડિકલ વાનનું પ્રસ્થાન

કિચન શેડનું ભૂમિ પૂજન કર્યું હતું

રાણીપુરા ખાતે કિચન શેડનું ભૂમિ પૂજન અને મોબાઇલ મેડિકલવાનનું પ્રસ્થાન કલેકટરે કરાવ્યું હતું. તસવીરમકસુદ મલીક

અન્ય સમાચારો પણ છે...