તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોધરાના નદિસર ગામે 3 પર એટ્રોસીટીની ફરીયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાનાનદિસર ગામે ધર્મેન્દ્રને ગામના 3 ઇસમોએ જાતિવાચક શબ્દો બોલીને લાફો મારતાં ધર્મેન્દ્રે ગોધરાના તાલુકા પોલીસ સ્ટેશનમાં 3 વિરુદ્દ એટ્રોસીટીની ફરીયાદ નોધાવી હતી.

ગોધરા તાલુકાના નદિસરના વણકર ફળીયાનો ધમેન્દ્ર વણકરને ગામના લાલા બારીઆ, જીભ બારીઆ તથા મોટાભાઇ બારીઆ નાઓ બાઇક પર બેસાડીને ધર્મેન્દ્ર વણકરને ઉભો રાખીને તેની સાથે બોલાચાલી કરી હતી. બોલાચાલી કરીને ત્રણેયે ધર્મેન્દ્દભાઇને લાફાઓ મારીને તેમને જતિ અપમાનીત શબ્દો બોલીને જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.જે અંગેની ધર્મેન્દ્દભાઇ વણકરે ગોધરાના તાલુકા પોલીસ મથકે ત્રણેય વિરુદ્દ એટ્રોસીટીની ફરીયાદ નોધાવતાં પોલીસે ગુનો નોધીને કાર્યવાહી હાથ ધરી હતી.

જાતિ અપમાનિત શબ્દો બોલ્યા હતાં

અન્ય સમાચારો પણ છે...