તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • છોકરીને હેરાન કરનારને ઝડપી પોલીસના હવાલે કર્યો

છોકરીને હેરાન કરનારને ઝડપી પોલીસના હવાલે કર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેજલપુરમાંઅભ્યાસ માટે જતી છોકરીને છેલ્લા કેટલાક સમયથી હેરાન કરતો અને રોમીયોને રંગે હાથે ઝડપીને પોલીસ મથકે સોપી દેવામાં આવ્યો છે. અંગે છોકરીની માતાએ પોલીસ સ્ટેશનમાં આપેલ ફરીયાદના આધારે વેજલપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કાલોલના વેજલપુરમાં હાલ રોડ રોમીયો વધી ગયા છે અને ઠેર ઠેર પોતાન અડ્ડા બનાવી બેસી રહેતા હોય છે. અને અવર જવર કરતી મહીલાઓ તથા અભ્યાસ કરતી છોકરીઓની રસ્તામાં છેડતી તથા ઠઠ્ઠા મશ્કરીઓ કરતા નજરે પડે છે. ત્યારે વેજલપુરમાં રહેતો વાસીદ હનીફ કાજી અભ્યાસ કરતી છોકરીને છેલ્લા માસથી મોબાઇલ પર ગીતો વગાડી હેરાન કરતો અને મોબાઇલ દ્વારા મારી સાથે વાત નહી કરે તો ઉઠાવી જઇશ તેવી ધમકીઓ આપતો હતો. અને અભ્યાસ માટે જાય તે સમયે તેની પાછળ આંટા મારતો હતો. અંગેની વાત છોકરીએ પોતાની માતાને કહેતા રડી પડી હતી. અને રોમીયોએ છોકરી ટ્યુશનમાં જતી હતી તે દરમ્યાન હાથ પકડી ખેચતાણ કરતા તેને ઝડપીને પોલીસ મથકે સોપી દેવામાં આવ્યો હતો. અંગે છોકરીની માતાએ પોલીસ સ્ટેશનમાં આપેલ ફરીયાદમાં જણાવ્યુ છે કે વાસીદ દ્વારા ભવિષ્યમાં મારી દિકરીને જોખમ હોવાની પુરેપુરી શક્યતા છે. ફરીયાદના આધારે વેજલપુર પોસઇ પી.એમ.જુડાલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વેજલપુરમાં અભ્યાસ માટે જતી હતી

છોકરીને ધમકીઓ આપતો હતો

અન્ય સમાચારો પણ છે...