તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • વિચિત્ર બિમારી| ગોધરાનો કિશોર સેલેક્યુટ સ્કેલેરીંગ પેરેફેલિટિઝની બિમારીથી પીડાતો હતો : બીમારી

વિચિત્ર બિમારી| ગોધરાનો કિશોર સેલેક્યુટ સ્કેલેરીંગ પેરેફેલિટિઝની બિમારીથી પીડાતો હતો : બીમારીના ઉપચારની દવા ફક્ત અમેરિકામાં મળે છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાનાકિશોરને ભારતમાં જેનો ઇલાજ નથી તેવી જીવલેણ બિમારીથી પીડાઇ રહ્યો છે. જેનો ઉપચારની દવા ફક્ત અમેરીકામાં મળે છે. જેથી તેની સારવાર માટે તેના પરિવારજનોએ દેશના વડાપ્રધાન, ગુજરાતના મુખ્યમંત્રી તથા આરોગ્યમંત્રીને પોતાના વહાલાસોયા દિકરાનો ઇલાજ કરાવવા માટે જરૂરી મદદ માટે આજીજી કરી છે.

ગોધરા શહેરમાં રહેતો સલીમ હુસેન કબંદરનો પુત્ર ઝૈદ ને અચાનક બિમાર પડતાં તેને સારવાર માટે અમદાવાદ તથા વડોદરાની મોટી હોસ્પીટલમાં સારવાર કરાવી હતી. પરતું તેને કોઇ ફરક પડતાં પરીવારજનો ચિતાંમાં મુકાઇ ગયા હતા. પોતાના એકના એક દિકરાને બિમારમાં કોઇ રાહત મળતાં પરીવાર પરેશાન થઇ ગયા હતા. કેટલાય રીપોર્ટો કઢાવતા તબીબે તેમના દિકરાને ભારતમાં જેનો ઇલાજ શકય નથી તેવી સેલેક્યુટ સ્કેલેરીંગ પેરેફેલિટિઝ (s.s.p) નામની બિમારીથી પીડાઇ રહ્યો છે. જે બિમારી વિશે તપાસ કરવાતાં ઝૈદના પિતાએ જણાવ્યું કે આવી બિમારી ગુજરાતમાં 22 જણાને છે. હાલ તેમનો પુત્ર 10 વર્ષનો થયો પરતુ઼ પોતાના પુત્રને બિમારીથી પીડાતા પિતાના આંખમાં પાણી આવી જાય છે. બીમારીનો ભારતમાં કોઇ ઇલાજ હોવાના કારણે જીવ જોખમમાં મુકાયેલો છે. પોતાના પુત્ર બિમારીથી છુટકારો મેળવાવા માટે તેના પિતાએ વડા પ્રધાન મોદીને પંચમહાલના સાંસદ પ્રભાતસિહ ચૌહાણની ભલામણથી જરૂરી મદદ કરતો પત્ર લખ્યો હતો. સાથે ગુજરાતના મુખ્યમત્રી તથા આરોગ્ય મંત્રીને પણ બિમારીથી પીડાતા પોતાના પુત્રને જરૂરી મદદ કરીને બિમારીથી મુક્ત કરાવતો પત્ર લખ્યો હતો.અગાઉ સાવર કુંડલાના એકને બિમારી હતી. તેનો ઇલાજ વડાપ્રધાન મોદીની મદદથી અમેરીકા ખાતેથી બીમારીના ઇજેકશંન મગાવીને કરાવવાથી પીડાથી મુક્ત થયો હતો.આ ઇજેકશન બહુ મોધા આવે છે. જેના બીમારી માટે તેને 9 ઇજેકશનનો કોષ કરેે તો બિમારીથી રાહત મળે છે. તેવુ઼ તેના પિતાએ જણાવ્યું હતુ઼.

ગોધરામાં વિચિત્ર બિમારીથી પીડાતો કિશોર. હેમતસુથાર

વડાપ્રધાન, મુખ્યમંત્રી તથા આરોગ્યમંત્રીને દિકરાનો ઇલાજ માટે જરૂરી મદદ માટે આજીજી

વિચિત્ર બિમારીથી પીડાતા કિશોરનો મદદ માટે PMને પત્ર

અન્ય સમાચારો પણ છે...