તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • દાહોદમાં 50 હજાર મેટ્રીક ટન ક્ષમતા વાળા FCI ગોડાઉનનું નિર્માણ કરાશે

દાહોદમાં 50 હજાર મેટ્રીક ટન ક્ષમતા વાળા FCI ગોડાઉનનું નિર્માણ કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદમાંફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના (FCI) ગોડાઉનની ઘણા વર્ષોથી માગ કરાતી હતી. ત્યારે કેન્દ્રીય રાજ્ય મંત્રી અને દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે મુદ્દાને અગ્રીમતા આપી FCI ગોડાઉન બનાવડાવવા માટે ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રી રામવિલાસ પાસવાન 30 મેના રોજ મુલાકાત કરીને મામલે રજૂઆત કરી હતી. ત્યારે દાહોદમાં FCI ગોડાઉન 6 જુલાઇના મંજુર કરી દેવાયું હતું. રામવિલાસ પાસવાને સાંસદ જશવંતસિંહેે કરેલી રજૂઆતનો ઉલ્લેખ કરીને ભંડારણ ક્ષમતા અને વર્તમાન આવશ્યકતાને જોતા HCL 50 હજાર મેટ્રીક ટન ક્ષમતા વાળા સ્ટીલ સાઇલોની મંજુરી આપી દેવાયાનું જણાવ્યું હતું.

રામવિલાસ પાસવાનને પત્ર લખી મંજુરીની જાણ કરવામાં આવી હતી

સાંસદ જશવંતસિંહ દ્વારા કરાયેલી રજૂઆતનું સકારાત્મક પરિણામ

શું લાભ થશે

ગોડાઉનનાઅભાવે દાહોદ જિલ્લાની અનાજ સબંધિ સરકારી યોજનાઓ, ફ્લોર મિલના માલિકો અને વેપારીઓને દાહોદથી ગોધરા તેમજ બહોમિયામાં આવેલા FCI ગોડાઉન સુધી લાંબુ થવું પડતું હતું. તેનાથી સબંધિ સરકારી વિભાગો, ફ્લોઅર મિલના માલિક અને વેપારીઓને માલ ભાડાનો વધારાનો બોજો પડે પડતો હતો તેમજ સમયનો વ્યય પણ થતો હતો. ગોડાઉન બનતાં સમસ્યામાંથી મુક્તિ મળશે.

અન્ય સમાચારો પણ છે...