તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાહોદ જિલ્લાના 103 યાત્રાળુઓ સલામત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર

ભાજપ દ્વારા આક્રોશ સાથે આતંકવાદના પૂતળાનું દહન

ગોધરામાંવિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અમરનાથના યાત્રાળુ ઉપર થયેલા આંતકવાદી હુમલાના વિરોધમાં નિવાસી કલેક્ટરને આવેદન આપી ભારતને આંતકવાદ મુક્ત કરવાની માંગ કરી.

જમ્મુ-કાશ્મીરમાં આવેલા હિન્દુઓના પવિત્ર યાત્રાધામ એવા અમરનાથમાં ભગાવન શંકરના દર્શન કરીને પરત ફરી રહેલા યાત્રાળુઓ ઉપર સોમવારે રાત્રીના સમયે અનંતનાગમાં આંતકવાદીઓ દ્વારા થયેલા અંધાધુંધ ફાયરીંગમાં 7 નિર્દોષ અને નિશસ્ત્ર પવિત્ર યાત્રાળુઓના મોત નિપજાવ્યા હતા.આ આંતકવાદી હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી નિવાસી કલેક્ટર મહેન્દ્ર નલવાયાને આવેદન પત્ર આપવામાં આવ્યું હતંુ. જેમાં ભારત સરકાર કાશ્મીરમાંથી ઇસ્લામીક આંતકવાદીઓનો ખાત્મો બોલાવવા માટે જરૂરી એવા નક્કર પગલા ભરે એવી માંગ કરી હતી.

કાશ્મીરી જેહાદીઓને ફાંસી આપો. અને યુધ્ધ કલ્યાણની રીતે જે કૃષ્ણ ભગવાને બંસરીનો નાદ કરવા છતાં મહાભારતનું યુધ્ધ કરવાની ફરજ પડી હતી તેમ કરો યા મરોનું આહવાન વિશ્વ હિન્દુ પરિષદ ભારત સરકારને કરે છે અને ઇસ્લામીક આંતકવાદ નાબુદ કરવા સરકાર નક્કર પગલા લે તેવી માંગ કરી હતી. દુનિયા અને ભારત દેશ જેહાદી આંતક મુક્ત થાય તેવી માંગ સાથે અમરનાથ યાત્રાળુઓ ઉપર થયેલા આંતકવાદી હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો.

અમરનાથ યાત્રાળુ પર થયેલા આંતકવાદી હુમલાનો વિરોધ

સંબંધીઓએ ફોન કરીને ખેરિયત પૂછી સલામત હોવાની ખાતરી કરી

હુમલા બાદ કલેક્ટરની સૂચનાથી રાતોરાત તમામના ખેરખબર લેવાયાં : પોલીસને સ્ટેન્ડ ટુના આદેશ કરાયા

દાહોદ જિલ્લામાંથી આજે 40 લોકો અમરનાથ રવાના થશે

દાહોદશહેર સાથે જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી બુધવારે 40 લોકો અમરનાથ યાત્રાએ રવાના થવાની જાણકારી મળી છે. તમામ લોકો સાંજે જમ્મુતાવી ટ્રેન મારફતે બાબા બરફાનીના દર્શન માટે જશે.

હુમલાના વિરોધમાં વિહિપ-બજરંગદળનું આવેદન

જમ્મુકાશ્મીરમાંગુજરાતના અમરનાથ યાત્રીઓ ઉપર આતંકવાદી હુમલાનો વિરોધ કરીને દાહોદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સંયુક્ત રૂપે કલેક્ટરને આવેદન આપ્યું હતું.

અમરનાથ યાત્રીઓની બસ ઉપર થયેલા ત્રાસવાદી હુમલાની ઘટનાના વિરોધમાં ભાજપ દ્વારા આતંકવાદના પુતળાનું દહન કરાયું હતું. તસવીરસંતોષ જૈન

ગોધરામાં વિશ્વ હિન્દુ પરિષદે અમરનાથના યાત્રાળુ પર થયેલા આંતકવાદી હુમલાના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. હેમંતસુથાર

ભારતને આંતકવાદ મુક્ત કરવાની વિહિપની માંગ

શહેર પ્રમુખ, સુધરાઇ સભ્યો કાર્યકરો ઉપસ્થિત રહ્યા

આજે 21 લોકો દર્શને ગયા છે

^અમે13 લોકો હાલમાં ચંદનવાડી કેમ્પમાં ભંડારા ઉપર છીઅે. આજે દાહોદ જિલ્લાના 21 લોકો દર્શને ગયા છે. જિલ્લાના બાકીના સાત લોકો પહેલગામમાં ગર્વમેન્ટના નુરવન કેમ્પ છે. કોઇ ચિંતાની વાત નથી. સરકાર તરફથી પૂર્ણ સુવિધા મળી રહી છે. >કૃષ્ણકાંત મોઢિયા,દાહોદ,દર્શનાર્થી

અન્ય સમાચારો પણ છે...