તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • નોટબંધીના 21મા દિવસે પણ બેંકોમાં લોકોની લાઇનો યથાવત

નોટબંધીના 21મા દિવસે પણ બેંકોમાં લોકોની લાઇનો યથાવત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલ. જૂની500 અને 1000ની નોટબંધીના 21માં દિવસે હાલોલની બેંકોમાં નાણા ઉપાડવા લોકોની લાઇનો જોવા મળી હતી. તો તમામ બેંકોના એટીએમ બંધ હાલતમાં જોવા મળ્યા હતા. શનિવાર અને રવિવારનીબે રજાઓમાં એટીએમમાંની કેશ ઉપડી ગઇ હતી. અને એટીએમ બંધ છે ના પાટીયા વાગી ગયા હતા. બેંકોમાં મર્યાદિત રકમનો ઉપાડ અપાતા લોકો એક બેંકથી બીજી બેંકમાં જતા જોવા મળ્યા હતા. હાલોલમાં આઠ એટીએમ આજે બંધ જોવા મળ્યા હતા. લોકો તમામ એટીએમ પાસે આટા મારતા હતા. લગ્નગાળાની મૌસમમાં રોકડની ખેંચથી પ્રજા તોબા પોકારી રહી છે. નવી 2000ની નોટો બજારમાં કોઇ છુટ્ટા આપતા નથી. નાની રકમની ચલણી નોટોની પણ તીવ્ર ખેંચ વર્તાઇ રહીછે. લોકો મોડી રાત સુધી જુદાજુદા એટીએમ ઉપર ચકકરો મારતા રહે છે. આજે કેટલાક બેંકમાં ટોકન સિસ્ટમ ચાલુ કરાઇ હતી. જોકે આમ છતાં નોટબંધીના મોદી સરકારના નિર્ણયને લોકો આવકારી રહયા છે. તા.28 નવેમ્બરના રોજ એકસિસ બેંકના બસ સ્ટેન્ડ રાજર્ષી કોમ્પલેકસ સ્થિત એટીએમમાં આગ લાગ્યા બાદ બેંકના અન્ય બે એટીએમ પણ બંધ છે. ગોધરા રોડ એચડીએફસીની બેંકથી લઇ બસ સ્ટેન્ડ સુધીના મોટા ભાગના એટીએમના કેશ હોવાના કારણે બંધ રહ્યા હતા. તો બસ સ્ટેન્ડથી બેંક રોડ અને આગળ પાવાગઢ રોડ સુધીના માર્ગ પર આવેલા એટીએમ પણ કેશ હોવાના કારણે બંધ રહ્યા હતા. સૌથી કફોડી હાલત કો.ઓ.બેંકોની થવા પામી છે. આજે પણ 6 હજારથી લઇ 10હજારની મર્યાદામાં લોકો ઉપાડ અપાતો હતો. બેંકોની સ્થાનિક કલીયરીંગ પણ ઠપ્પ અવસ્થામાં છે. બેંકોનો સ્ટાફ નોટ બંધ પર નોટ બદલી અને કેશ લેવા આપવાની કામગીરીમાં જોતરાતા તેની વિપરીત અસર કલીયરીંગ પર પડી છે. કલીયરીંગમાં આઉટ સ્ટેશનના ભરેલા ચેકોને પાસ થતા પણ ઘણા સમય લાગે છે. બહારથી કલીયરીંગમાં આવતા ચેકો અટવાઇ ગયા છે. જેની માઠી અસર વેપાર-ધંધા અને સ્થાનિક બજારો ઉપર પડી રહી છે.તસવીર મકસુદમલીક

~500-1000ની નોટબંધીની માઠી અસર વેપાર-ધંધા અને સ્થાનિક બજારો ઉપર પડી રહી

અન્ય સમાચારો પણ છે...