ગોધરામાં ટોબેકો સ્ટિગયરિંગ કમિટીની આજે બેઠક યોજાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલજિલ્‍લા મથક ગોધરા ખાતે જિલ્‍લા કક્ષાની ટોબેકો સ્‍ટીયરીંગ કમિટીની બેઠક આગામી તા.30ના રોજ યોજાશે. જિલ્‍લા કલેક્ટરના અધ્યક્ષ સ્‍થાને યોજાનાર બેઠકમાં માહે-જુલાઇ-2016 થી સપ્‍ટેમ્‍બર-2017 દરમિયાન તમાકુ નિયંત્રણ કાર્યક્રમના અહેવાલની ચર્ચા યોજાશે. તેમજ તમાકુ નિયંત્રણ અધિનિયમ-2003 કાયદાના સઘન અમલીકરણ અને થયેલી કામગીરીનું મુલ્‍યાંકન પણ કરવામાં આવશે. કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે 14/00 કલાકે યોજાનારી બેઠકમાં સંબંધિતતોને ઉપસ્‍થિત રહેવા મુખ્ય જિલ્‍લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

કામગીરીનું મુલ્યાંકન કરવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...