તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • રીંછવાણીમાં સેવા સેતુ હેઠળ 10 ગામોના 4335 લાભાર્થી ઉમટયા

રીંછવાણીમાં સેવા સેતુ હેઠળ 10 ગામોના 4335 લાભાર્થી ઉમટયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિવાસીતેમજ પછાત ગણાતા ઘોઘંબા તાલુકાના રણજીતનગર બાદ સેવાસેતુ કાર્યક્રમના ભાગરુપ રીંછવાણીમાં યોજાયેલા કાર્યક્રમમાં 10 ઉપરાંત ગામોના 4335 લાભાથીઓ ઉમટી પડયા હતા. અને સ્થળ પર વિવીધ પ્રશ્રોનો નિકાલ કરાયો હતો.

પ્રજાના પ્રશ્રો સેવાસેતુ કાર્યક્રમના માધ્યમ થકી પહોચીને તેઓને મદદરુપ બનવાના આશય સાથે અગાઉ પંચમહાલ જીલ્લામાં કલેકટર પી.ભારથીના અથાક પ્રયત્નો થકી ઘરઆંગણે યોજાયેલા જનસુરક્ષા કાર્યક્રમની રાજ્ય સરકારે નોંધ લઇને આવા કાર્યક્રમને રાજ્યવ્યાપી બનાવવા સેવા સેતુ કાર્યક્રમ કરી રહ્યા છે. તમામે તમામ પ્રકારની સુવિધા પુરી પાડવાના નેમ વ્યકત કરતા કલેકટર ના માર્ગદર્શન હેઠળ ઘોઘંબા તાલુકાના નોડલ અધિકારી જીલ્લા અધિક કલેકટર એમ.એસ. ગઢવી દ્વારા આદિવાસી તેમજ ગરીબ તાલુકાની પ્રજાની વિવીધ સરકારી લાભ એનયાત કરવા માટે ઓછામાઓછા 5 કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ છે. સેવા સેતુ માસ હેઠળ રણજીતનગર બાદ રીંછવાણીમાં કાર્યક્રમ કરાતા આશરે 10 ગામોની મોટી સંખ્યામાં પ્રજા ઉમટી પડી હતી. ધારાસભ્ય તથા સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતીમાં કુલ 4335 જેટલા વીવીધ પ્રશ્રો પ્રજાએ રજુ કરાયા હતા જેમાં મોટે ભાગે સ્થળ પર નીકાલ લાવવામાં આવ્યો હતો. એક ગણતરી પ્રમાણે આવકની 123, જાતીની 34, રાશનકાર્ડની 365, આધારકાર્ડની 2110, માઅમૃતમય તથા માવાત્સલ્ય 62 , જમીન સંબંધિ 18 , દીવ્યાંગની 42 , ઉજાલા 388 ,પ્રધાનમંત્રી ઉજવલા 32 જેટલી સહિતના 4622 મહત્વની અરજીઓ રજૂ થઇ હતી ત્યારે સ્થળ ઉપર વિવીધ તંત્રના અધિધારીઓ હાજર રહ્યાં હતાં.

ઉજ્જવલા યોજનામાં પણ 32 જણને સ્થળ ઉપર લાભ એનાયત

પ્રજાના પ્રશ્રો સુધી પહોંચીને સુવિધા પુરી પાડવાની નેમ

અન્ય સમાચારો પણ છે...